રમત ગમત

વિરાટ કોહલીના હાથમાંથી મોકો સરક્યો, ઋષભ પંતે ઝડપી લેતા જ સુકાની ખુશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના ઓપનરોએ ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા. પરંતુ બાદમાં ભારતીય બોલીંગ આક્રમણે વિકેટ ઝડપવાનો સિલસિલો શરુ કર્યો  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે યજમાન બાંગ્લાદેશ સામે 513 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ હતુ. બાંગ્લાદેશે બીજી ઈનીંગની શરુઆત ભારત સામે મક્કમતા પુર્વક કરતા બંને ઓપનરોએ વિશાળ ભાગીદારી બનાવી હતી. જેને લઈ એક સમયે લાગી રહ્યુ હતુ કે, યજમાન ટીમ મજબૂત લડત આપશે. ઓપનીંગ જોડીએ ભારતીય બોલરોને પરેશાન કરી દીધા હતા. પરંતુ એક મોકાએ ભારતીય ટીમને રાહત અપાવી દીધી હતી.

ભારત સામે યજમાન ટીમના ઓપનર નઝમૂલ શાંતો અને ઝાકિર હસન મુશ્કેલ બન્યા હતા. બંનેની પાર્ટનરશિપ તોડવામાં ઋષભ પંતે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉમેશ યાદવના બોલ પર શાંતો આઉટ થયો હતો. આ દરમિયાન ઓપનીંગ જોડીએ 124 રનની ભાગીદારી નોંધાવી હતી.

 

administrator
R For You Admin