ગુજરાત

સી.આર. પાટીલે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ભિખારી કરતાં ખરાબ સ્થિતિમાં

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પાકિસ્તાની વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી પર આકરા પ્રહાર કર્યા છે. જેમા પાટીલે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ભિખારીઓ કરતા પણ ખરાબ છે. જેમા આતંકવાદનું આશ્રયસ્થાન પાકિસ્તાન હાલમાં ગધેડા વેચી ગુજરાન ચલાવવા મજબૂર છે..વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંકવાદીઓની ફેક્ટરીની છે. પાકિસ્તાની સત્તાધીશોના પરિણામે જ ત્યાંની પ્રજા હાલાકી ભોગવવા મજબૂર બની છે. સુરતમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ભિખારી કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ છે. પોતાના વિદેશોમાં રહેલા બિલ્ડીંગો પણ પાકિસ્તાન વેચી રહ્યું છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા અને તેને આશરો આપે તેના જ કારણે પાકિસ્તાનની સ્થિતિ નબળી છે. તેના કારણે પાકિસ્તાનના નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા છે અને તેના કારણે પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વધુમા જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહિત કરે છે અને તે આર્થિક ખરાબ પરિસ્થિતિમાં આવી રહ્યો અને તેના કારણે દેશના વડાપ્રધાન વિશે આવું બોલે છે. તેના કારણે લોકોમાં પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો વિરુદ્ધની ભાવના આવે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમને ભારતની સદસ્યતાના દાવાનો વિરોધ કર્યો હતો. મહત્વની વાત છે કે, ગત પહેલી ડિસેમ્બરથી ભારતે એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કામચલાઉ પ્રમુખ પદ મળ્યું છે. ત્યારે આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બ્રિફિંગ બાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર ચર્ચા કરતા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ત્યારબાદ આતંકવાદ મુદ્દે પાકિસ્તાની ભૂમિકા બાબતે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેની બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી બીલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી હોવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

administrator
R For You Admin