મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઘાટકોપર ઈસ્ટમાં પારેખ હોસ્પિટલ પાસે જૂનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર પારેખ હોસ્પિટલની બાજુમાં આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓને નજીકના વિશ્વાસ ભવન અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. વિશ્વાસ બિલ્ડીંગના મીટર રૂમમાં આગ લાગી હતી. આગમાં અત્યાર સુધીમાં 2 લોકો ઘાયલ થયા છે. એક 46 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ બિલ્ડીંગમાં પારેખ નામની હોસ્પિટલ ચાલે છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ 22 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર પારેખ હોસ્પિટલની બાજુમાં આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે હોસ્પિટલમાં (Hospital) દાખલ 22 દર્દીઓને નજીકના વિશ્વાસ ભવન અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.