દેશ-વિદેશ

યુરોપમાં ઘઉંના પાકે ફરી ચિંતામાં વધારો કર્યો, શું ફરી ઘઉંના ભાવમાં વધારો થશે ?

વર્ષ 2022માં રશિયા-યુક્રેન સંકટને કારણે ઘઉંના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. તેની અસર ભારતમાં પણ જોવા મળી હતી. વર્ષ 2023માં સ્થિતિ સુધરશે તેવી આશા હતી. પરંતુ યુરોપમાં ઘઉંનું ઉત્પાદન વધવાની સાથે ફરી ચિંતા ફેલાઇ છે. એક અહેવાલમાં કહેવાયું છેકે , ફ્યુઝેરિયમ હેડ બ્લાઈટ (FHB) નામની ફૂગની બિમારી વધી રહી છે, જે ઘઉંના પાકને સંક્રમિત કરી શકે છે.

બાથ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, યુરોપમાં ખોરાક માટે ઉત્પાદિત ઘઉંમાં FHB માયકોટોક્સિન વ્યાપકપણે છે. અને, માયકોટોક્સિનનું જોખમ – ખાસ કરીને યુરોપના દક્ષિણમાં – સમય જતાં વધી રહ્યું છે.

અહેવાલ મુજબ, અભ્યાસ કરાયેલ દરેક યુરોપીયન દેશમાં વોમિટોટોક્સિન હાજર હતું, અને કુલ મળીને તે ખોરાક માટે નિર્ધારિત ઘઉંના અડધા નમૂનાઓમાં જોવા મળ્યું હતું. યુકેમાં, 2010 અને 2019 વચ્ચે ઉત્પાદિત ખાદ્ય ઘઉંના 70 ટકામાં વોમિટોટોક્સિન જોવા મળ્યું હતું. હાલમાં, એવું કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી કે જો માયકોટોક્સિનને સલામત મર્યાદામાં પણ લાંબા સમય સુધી લેવામાં આવે, તો મનુષ્ય પર તેની શું અસર થશે.

આના કારણે યુરોપની કૃષિ અર્થવ્યવસ્થા પર અસર થવાની શકયતા છે.વાસ્તવમાં, યુરોપમાં ખોરાક માટે ઉત્પાદિત થતા ઘઉંમાંથી 5 ટકા ઘઉંમાં મર્યાદાથી વધુ વોમિટોટોક્સિન હતું. સામાન્ય રીતે જ્યારે ઝેરનું પ્રમાણ વધુ હોય ત્યારે નિયમ મુજબ તેને પશુ આહારમાં ફેરવવામાં આવે છે. પરંતુ તેનાથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. કારણ કે માનવ ખોરાકની સરખામણીમાં પશુઆહારની કિંમત ઘણી ઓછી હોય છે. રિપોર્ટમાં અનુમાન છે કે જો તમામ 5 ટકા ઘઉં પશુ આહારના દરે વેચવામાં આવ્યા હોત. તો આ સમયગાળા દરમિયાન ખેડૂતોને 300 કરોડ યુરો (26 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થયું હોત. તે જ સમયે, ઘઉંના પુરવઠામાં ઘટાડો થવાને કારણે તેની અસર કિંમતો પર પણ પડી હશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માયકોટોક્સિનનું સ્તર સતત વધી રહ્યું છે અને તેની હાજરી 2018 અને 2019 દરમિયાન સૌથી વધુ જોવા મળી હતી. એટલે કે આવનારા સમયમાં માનવીઓને પુરવઠામાંથી પહેલા કરતા વધુ ઘઉં દૂર કરવા પડે તેવી શક્યતા છે. નોંધપાત્ર રીતે, મકાઈ એ ઘઉં કરતાં FHB માટે વધુ સંવેદનશીલ પાક છે. એટલે કે તેની અસર અન્ય પાકો પર જોવા મળી શકે છે.

administrator
R For You Admin