ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ભલે ટી20 વિશ્વકપ જીતવામાં સફળ ના રહી શકી હોય, પરંતુ 2022 ના વર્ષમાં ભારતીય નેત્રહિન ક્રિકેટ ટીમે ભારતીય ક્રિકેટ ચાહકોની આ ઈચ્છા જરુર પુરી કરાવી દીધી છે. ભારતીય નેત્રહિન ટીમે ત્રીજીવાર આ સફળતા ભારતને અપાવી છે. ટી20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 120 રનના મોટા અંતરથી હાર આપી છે. અત્યાર સુધીમાં ભારતે જ ત્રણેય ટી20 વિશ્વકપ જીતી લીધા છે.
ભારતીય ટીમે ફાઈનલમાં મેચમાં બાંગ્લાદેશના બોલરોની ધુલાઈ કરી દેતા 20 ઓવરમાં 278 રન નોંધાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 157 રન જ નોંધાવી શકી હતી