અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો મહિલા મોરચાની ટીમ તથા યુવા મોરચાના કાર્યકરો હાજર રહીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અમદાવાદના કેટલાક ધારાસભ્યો સાથે અમદાવાદના કેટલાક કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
UNના મંચ પરથી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આતંકવાદ મુદ્દે તો જુઠ્ઠાણું ચલાવ્યુ જ પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પણ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો જેનો જડબાતોડ જવાબ વિદેશ મંત્રીએ તો આપ્યો જ હતો પરંતુ બિલાવલ ભુટ્ટોના નિવેદનના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જે અંતર્ગત આજે અમદાવાદના RTO સર્કલ ખાતે પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના સુત્રોચ્ચાર કરી અને કલેક્ટરને શહેર ભાજપના નેતાઓએ આવેદન પત્ર પણ પાઠવ્યુ હતું.
જેમા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો મહિલા મોરચાની ટીમ તથા યુવા મોરચાના કાર્યકરો હાજર રહીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અમદાવાદના કેટલાક ધારાસભ્યો સાથે અમદાવાદના કેટલાક કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તમામ આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ નારેબાજી કરી હતી આ સાથે જ અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ભિખારીઓ કરતા પણ ખરાબ : સી. આર. પાટીલ
આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પાકિસ્તાની વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી પર આકરા પ્રહાર કર્યા છે. જેમા પાટીલે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ભિખારીઓ કરતા પણ ખરાબ છે. જેમા આતંકવાદનું આશ્રયસ્થાન પાકિસ્તાન હાલમાં ગધેડા વેચી ગુજરાન ચલાવવા મજબૂર છે..વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંકવાદીઓની ફેક્ટરીની છે. પાકિસ્તાની સત્તાધીશોના પરિણામે જ ત્યાંની પ્રજા હાલાકી ભોગવવા મજબૂર બની છે. સુરતમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ભિખારી કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ છે. પોતાના વિદેશોમાં રહેલા બિલ્ડીંગો પણ પાકિસ્તાન વેચી રહ્યું છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા અને તેને આશરો આપે તેના જ કારણે પાકિસ્તાનની સ્થિતિ નબળી છે. તેના કારણે પાકિસ્તાનના નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા છે અને તેના કારણે પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે.