રમત ગમત

બાંગ્લાદેશને હરાવતા ભારતને થયો જબરદસ્ત ફાયદો, WTC Final પહોંચવુ દુર નહીં

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રને શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાને પૂરા 12 પોઈન્ટ મળ્યા છે. આ સ્થિતીમાં હવે ભારત ફાઈનલ સ્થાનની થોડીક વધુ નજીક પહોંચ્યુ છે. એટલે કે ભારતીય ટીમ જીત સાથે હવે એક સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી છે. આમ ભારતને જીત સાથે પોઈન્ટ ટેબલમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે.

બાંગ્લાદેશનો પ્રવાસ ટેસ્ટ ચેમ્પિયનશિપના હિસાબથી પણ ખૂબ જ મહત્વનો હતો. ભારતીય ટીમ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ રમનાર હતી. જેમાંથી પ્રથમ મેચ રવિવારે પૂર્ણ થઈ છે. ભારતે ચટગાંવમાં શાનદાર જીત મોટા અંતરથી મેળવી છે અને હવે ઢાકામાં ભારતે આ જ પ્રકારના પ્રદર્શનનુ પુનરાવર્તન કરવાનુ છે.

ભારતે શ્રીલંકાને પાછળ છોડી દીધુ

ચટગાંવમાં ભારતે બાંગ્લાદેશને હાર આપતા જ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાને એક સ્થાન પાછળ છોડી દીધુ છે. જે પહેલા ભારતથી એક સ્થાન ઉપર હતુ. હવે નવા પોઈન્ટ ટેબલમાં ભારત આ જીત બાદ ત્રીજા સ્થાને પહોંચ્યુ છે. હવે ભારતની આગળ પ્રથમ અને બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જ છે. જેમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.

પોઈન્ટ મુજબ ભારતીય ટીમ પાસે બાંગ્લાદેશને હરાવ્યા બાદ 55.33 પર્સેન્ટ ધરાવે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાન પર 60 પર્સેન્ટ સાથે ભારતથી આગળ છે. હવે આ માટે ભારતે આગામી ટેસ્ટ મેચમાં ફરી એકવાર બાંગ્લાદેશને પછાડવા માટેની રમત દર્શાવવી પડે. તો પ્રથમ સ્થાને રહેલ ઓસ્ટ્રેલિયા 75 પર્સેન્ટ ધરાવે છે.

ટેબલમાં પાકિસ્તાન ક્યાંય દુર

નવા પોઈન્ટ ટેબલમાં ભારતના સ્થાનનો સુધારો થયો છે, પરંતુ પાકિસ્તાનના સ્થાન પર નજર કરીએ તો તેમની સ્થિતી કંગાળ છે. પાકિસ્તાન ટોપ ફાઈવની બહાર ફેંકાયેલુ છે. તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. હાલમાં ઈંગ્લેન્ડ સામે પોતાના ઘર આંગળે 2 ટેસ્ટ મેચમાં હાર સહન કરી છે અને હજુ ત્રીજી ટેસ્ટ મેચમાં સ્થિતી કેવી રહી છે એની રાહ જોવાઈ રહી છે. જોકે આ પહેલા જ હવે તે ફાઈનલ માટેની આશાઓ ખતમ કરી ચુક્યુ છે.. ઈંગ્લેન્ડ હાલ 5માં સ્થાન પર છે.

administrator
R For You Admin