આરોપીનું નામ દિલદાર અંસારી છે. સાથે જ પોલીસે મૃતકની ઓળખ કરી લીધી છે. તેનું નામ રાબીકા પહરિયા છે અને તેની ઉંમર 22 વર્ષ હોવાનું કહેવાય છે. જેના 12 ટુકડા કરીને જંગલમાં ફેકી દેવાયા હતા.
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં, દિલ્લીની શ્રદ્ધાની માફક જ કરાયેલ હત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીમાં શ્રધ્ધા મર્ડર કેસ જેવી જ ઘટનાને ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બોરીઓમાં અંજામ આપવામાં આવ્યો છે. આરોપીએ તેની પત્નીની કરપીણ હત્યા કરીને, તેના મૃતદેહના 12 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે પકડેલા આરોપીનું નામ દિલદાર અંસારી છે. પોલીસે મૃતકની ઓળખ કરી લીધી છે. હત્યા કરાયેલ યુવતીનુ નામ રબીકા પહાડીયા છે અને તેની ઉંમર 22 વર્ષ હોવાનું કહેવાય છે
ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે મોડી સાંજે સાંથલી મોમીન ટોલા પાસે એક જૂના બંધ મકાનમાંથી મહિલાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશના 12 ટુકડા કબજે કર્યા છે. મહિલાનું માથું અને શરીરના અન્ય કેટલાક અંગો હજુ સુધી મળ્યાં નથી.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
ઘટનાની જાણકારી મળતા જ સાહિબગંજ જિલ્લાના એસપી અનુરંજન કિસ્પોટ્ટા અને ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતક રબીકા પહાડીયા, આરોપી દિલદાર અંસારીની બીજી પત્ની છે. યુવતીની કરપીણ હત્યાના કેસમાં પોલીસ કસ્ટડીમાં દિલદાર અંસારીની પૂછપરછ કરી રહી છે.
મૃતદેહને કૂતરાઓ ચૂંથી રહ્યાં હતા
હકીકતમાં, શનિવારે સાંજે બોરીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોમિન ટોલામાં નવી બનેલી આંગણવાડીની પાછળ કેટલાક કૂતરાઓ માનવ શરીરના કેટલાક અવયવોને ચૂંથી રહ્યાં હતા. જ્યારે ગ્રામજનોએ આ જોયું તો તેઓએ બોરિયો પોલીસ સ્ટેશનને જાણ કરી. બનાવની જાણ થતા, બોરિયો પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા કરતા એક જૂના બંધ મકાનમાં ગઈ હતી, જ્યાંથી મહિલાની વિકૃત લાશના કેટલાક ટુકડાઓમાં મળી આવ્યા હતા.
ઘટનાની તપાસમાં લાગી પોલીસ
પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે દિલ્લીની શ્રદ્ધાની માફક જ આરોપીએ મહિલાને કટર વડે કાપીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા છે. જો કે હજુ તપાસ ચાલુ છે. મહિલાને તીક્ષ્ણ હથિયારથી કે કટરથી કાપવામાં આવી છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે મોડી સાંજે સાંથલી મોમીન ટોલા પાસે એક જૂના બંધ મકાનમાંથી મહિલાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશના 12 ટુકડા કબજે કર્યા છે. મહિલાનું માથું અને શરીરના અન્ય કેટલાક અંગો હજુ સુધી મળ્યાં નથી.