લોકો શિયાળામા લીલા શાકભાજી ખાવાનુ વધારે પસંદ કરે છે. શિયાળામા લોકો લીલા વટાણાની વિવિધ વાનગીઓ બનાવતા હોય છે. તે શરીર માટે ફાયદાકારક છે અને તે ઘણા બધા પોષક તત્વથી ભરપૂર હોય છે. જેમા વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – Cનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મત અનુસાર લીલા વટાણામા કેલેરીની સાપેક્ષમા ફાઈબર, પ્રોટીન, મૈંગનેશિયમ, આયરન અને ફોલેટની માત્રા વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
લીલા વટાણાના ફાયદા
વજનમા ઘટાડો
વજન ઘટાડવા માટે લીલા વટાણા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. લીલા વટાણા ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે જેના કારણે લીલા વટાણા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એટલા માટે તે વજનને નિયંત્રિત રાખવામા મદદ રુપ થાય છે.
પાચનમાં મદદરુપ
લીલા વટાણામા સારા પ્રમાણમા ફાઈબર હોય છે જેના કારણે તે પાચનતંત્રને સારુ રાખે છે. લીલા વટાણા ખાવાથી શરીરમા સારા બેક્ટેરિયા વધે છે. જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરે છે. તે ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.
પાચન માટે સારું
લીલા વટાણામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે આપણું પાચનતંત્ર સારું રહે છે. લીલા વટાણા ખાવાથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરે છે. લીલા વટાણા ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.
ડાયાબિટીસમાં ફાયદાકારક
લીલા વટાણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેના કારણે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામા મદદરુપ થાય છે. લીલા વટાણામાં જોવા મળતા પ્રોટીન અને ફાઈબર પણ બ્લડ સુગરને વધતા અટકાવે છે. લીલા વટાણાામા વિટામિન-એ, બી, સી અને કે પણ મળે છે, જે ડાયાબિટીસનું જોખમમા ઘટાડો કરે છે.
હાડકાં માટે જરૂરી
વટાણામા રહેલા વિટામિન-K હાડકાંની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન-કે શરીરને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી બચાવે છે. એક કપ બાફેલા લીલા વટાણામાં વિટામિન K-1નું RDA હોય છે જેના કારણે તે હાડકાંની મજબૂતી જાળવવા માટે જાણીતું છે.
ત્વચા માટે સારું
લીલા વટાણામાં જોવા મળતા વિટામિન-સી શરીરમાં કોલેજન બનાવે છે જેના કારણે તેનાથી ત્વચા ડાઘ રહિત અને ચમકદાર રહે છે અને જો ડાઘા હોય તો તેને દૂર કરવામા મદદ રુપ થઈ શકે છે.