મનોરંજન

દીપિકા અને નોરા ફિફા વર્લ્ડકપ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં મચાવશે ધમાલ, જુઓ શેડ્યુલ

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આજે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે શરુ થશે. આ મેચ કતારના દોહાના લુસેલ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ 80 હજાર કરતા વધારે દર્શકોની ક્ષમતા ધરાવે છે. મેચ પહેલા ફિફા વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમની યોજાશે. ફિફા વર્લ્ડકપની ટ્રોફી અને 2023ની મહિલા વર્લ્ડકપની ટ્રોફી સ્ટેડિયમ પહોંચી ચૂકી છે.

ફાઈનલ મેચના લગભગ એક કલાક પહેલા સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની શરુ થશે. ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે આ સેરેમની શરુ થશે. આ સેરેમનીને લાઈવ સ્પોર્ટસ 18 અને જીયો સિનેમા એપ પર જોઈ શકાશે. આ ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રીઓ પણ જોવા મળશે.

હાલમાં પઠાણ ફિલ્મના ગીતને કારણે વિવાદોમાં સપડાયેલી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિફા વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કરશે. તે કોઈ ડાન્સ પર્ફોમન્સ કરશે કે નહીં તેની માહિતી મળી નથી. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટથી કતાર જવા રવાના થઈ હતી. આજે તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં ફિફા વર્લ્ડકપની ટ્રોફીના ફોટોવાળી મેગેઝિન પણ શેયર કરી છે.

ફિફા વર્લ્ડકપ 2022ના થીમ સોન્ગ અને ફેન ફેસ્ટમાં પર્ફોમ કરી ચૂકેલી નોરા ફતેહી પણ કલોઝિંગ સેરેમનીમાં જોવા મળશે.

કતારી ગીતકાર આઈશા અમેરિકન-નાઈજિરિયન ગાયક ડેવિડો સાથે ટુર્નામેન્ટનું થીમ ગીત “હૈયા હૈયા (બેટર ટુગેધર)” રજૂ કરીને સેરેમનીની શરૂઆત કરશે. પ્યુર્ટો રિકન રેગેટન ગાયક ઓઝુના અને ફ્રેન્ચ રેપર ગિમ્સના “આર્બો” દ્વારા કાર્યક્રમ આગળ વધારવામાં આવશે. આ પછી મોરોક્કન-કેનેડિયન ગાયિકા નોરા ફતેહી આવશે.અમીરાતી પોપ સ્ટાર બાલ્કીસ, ઇરાકી સંગીતકાર રહમા રિયાદ અને મોરોક્કન ગાયક મનલ “લાઇટ ધ સ્કાય” સાથે પર્ફોર્મન્સનું સમાપન કરશે.

administrator
R For You Admin