ગુજરાત

પાવાગઢ ડુંગરોમાં લાગતી આગને અટકાવવા વન વિભાગનો નવતર પ્રયોગ

પાવાગઢ મુખ્ય મદિરની નીચેના ભાગે શ્રીફળના છોતરાં-કુચા ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે જેને વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓને અટકાવવા તેમજ નિજ મંદિરની નીચેના ભાગમાં થતી ગંદકીને અટકાવવા માટે પંચમહાલ જીલ્લા વન વિભાગ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને આ દર્શનાર્થીઓ દ્વારા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે. ત્યારે આ શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે અને આ છોતરાં-કુચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવતા હોઈ છે ત્યારે આ છોતરાં-કુચાના ઢગલાની આગ ધીમે ધીમે પ્રસરીને પ્રથમ તો ડુંગરના સુકા ઘાસમાં અને બાદમાં પવનની દિશામાં સમગ્ર ડુંગર વિસ્તારમાં પ્રસરે છે અને અહીં આવેલ ડુંગરોની હારમાળાના જંગલ વિસ્તારમાં આગ લાગે છે. જયારે જયારે પણ આવી સ્થિતિ બનવા પામે છે ત્યારે આ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે અને જંગલ તેમજ તેમાં વસતા પશુ પંખીઓ માટે પોતાનું અસ્તિત્વ બચાવવું પણ એક પડકાર બનતું હોય છે ત્યારે આ ગંભીર સમસ્યાના નિવારણ માટે જીલ્લાના વન સંરક્ષક દ્વારા સમગ્ર બાબતનું ઘનિષ્ટ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે.

જેમા જીલ્લા વન વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સાથે સાથે ડુંગર પર લાગતી આગની ઘટનાઓ પર મહદઅંશે કાબુ મેળવી શકાય તે પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકી તેને કાર્યરત કરવામાં આવ્યો છે. પાવાગઢ મુખ્ય મદિરની નીચેના ભાગે શ્રીફળના છોતરાં-કુચા ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે જેને વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.

પાવાગઢ ડુંગર પરથી દૈનિક 40 મોટી બેગ શ્રીફળના છોતરાં-કુચા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને માંચી ખાતે આવેલા કોકોપીટ યુનિટમાં લાવીને પ્રોસેસિંગ કરી તેમાંથી દૈનિક કિલો કોકોપીટનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ૧ કિલો કોકોપીટનો બજાર ભાવ ૧૦૦ થી ૧૫૦ છે. જેનો ઉપયોગ ખાસ કરીને ફૂલ-છોડની નર્સરીઓમાં કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલી વન વિભાગ હસ્તકની નર્સરીઓમાં પાવાગઢ ખાતે બનાવવામાં આવેલા કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે જેને લઈને વન વિભાગને દૈનિક અંદાજે રૂ.૨૦૦૦૦નું ભારણ ઓછું થવા પામ્યું છે તો બીજી તરફ પાવાગઢ ડુંગર ખાતે ગંદકી પણ ઓછી થવા પાણી છે જયારે આગ લાગવાના ભયથી પણ છુટકારો મળ્યો છે.

પાવાગઢ ખાતે નારિયેળના છોતરાં-કુચા જે એકત્ર થતા હતા તેમાં કોઈ દ્વારા સળગાવવામાં આવતા હતા અને જેને લઈને ડુંગરના જંગલમાં આગ લાગતી હતી, ત્યારે અમે આ સમસ્યાના નિવારણ માટે કોકોપીટ યુનિટ શરુ કરવામાં આવ્યું છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. : એમ.એલ.મીણા,વન સંરક્ષક, પંચમહાલ

administrator
R For You Admin