રમત ગમત

FIFA World Cup 2022ની ફાઈનલમાં Messiની વિદાયે સચિન તેંડુલકરની યાદ અપાવી દીધી, રચાયા ગજબ સંયોગ

રવિવારે કતારમાં રમાયેલી ફિફા વિશ્વકપ 2022 ની ફાઈનલ મેચને લઈ ક્રિકેટ વિશ્વકપની યાદ યુવરાજ સિંહે તાજી કરાવી દીધી છે. પૂર્વ સ્ફોટક ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ફિફા વિશ્વકપને ફાઈનલની સરખામણી કરતા સંયોગ દર્શાવ્યો છે. તેણે કહ્યુ છે કે, વર્ષ 2011માં રમાયેલ ક્રિકેટ વિશ્વકપમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે અંતિમ વાર વિશ્વ વિજેતા બનવાનો અવસર હતો. જેમ લિયોનલ મેસી માટે આ અંતિમ ફિફા વિશ્વકપ હતો.

પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર સંયોગને લઈ વાત કહી હતી. યુવરાજ સિંહે આર્જેન્ટિનાની જીત સાથે જ એક પોષ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ હવે ક્રિકેટ વિશ્વકપ 2011 ને ફિફા વિશ્વકપ 2022 સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સચિન તેંડુલકર અને લિયોનલ મેસીને લઈને. કારણ કે કેટલીક બાબતો બંનેને સંયોગથી જોડી રહી છે. હવે આ વાત સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાવા લાગી છે.

યુવીએ કરી પોષ્ટ અને બતાવ્યો સંયોગ

ફિફા વિશ્વકપની ફાઈનલ મેચનુ પરિણામ આવ્યા બાદ તુરત જ આર્જેન્ટિનાની જીતની તસ્વીર યુવરાજ સિંહે શેર કરી હતી. જેમાં લિયોનલ મેસીના હાથમાં ટ્રોફી છે અને ટીમ જશ્નના માહોલમાં છે. યુવી એ લખ્યુ હતુ કે, ફુટબોલ એ અવિશ્વસનીય રમત છે!! શબ્દોમાં બતાવવુ મુશ્કેલ છે કે લિયોનલ મેસી અને આર્જેન્ટિનાના માટે આનો શુ મતલબ છે. આર્જેન્ટિના મને જૂની યાદોની ગલીયોમાં લઈ ગયુ જ્યારે છોકરાઓના એક ખાસ બંચે નંબર 10 ના માટે આમ કર્યુ હતુ. આર્જેન્ટિનાના સૌ પ્રશંસકોને અભિનંદન.

સચિનને આમ જ ખભે બેસાડ્યો હતો

સૌ કોઈને એ પળ યાદ છે, જ્યારે ભારતે 2011 નો વન ડે ક્રિકેટ વિશ્વકપ જીત્યો હતો. એ સોનેરી પળ સૌ ભારતીયોની નજર સામે છે. જીત બાદ ભારતીય ક્રિકેટરોએ મહાન ખેલાડી સચિન તેંડુલકરને ઉંચો કરી ખભે બેસાડ્યો હતો. સચિન તેંડુલકરની જર્સીનો નંબર પણ 10 રહ્યો હતો, જ્યારે મેસી પણ 10 નંબરની જર્સી ધરાવે છે. આમ બંનેની જર્સીનો નંબર એક જ હતો અને બંને ફાઈનલ બાદ સાથી ખેલાડીઓના ખભા પર જોવા મળ્યા હતા.

જેમ સચિન અને મેસીની ટીશર્ટના નંબર હોવાનો સંયોગ છે એમ આર્જેન્ટિનાએ ફુટબોલ વિશ્વકપ અને ભારતે વનડે ક્રિકેટ વિશ્વકપ અંતિમ વાર 80ના દશકમાં જીત્યા હતા એ પણ એક સંયોગ હતો. મેસીએ પણ સેમિફાઈનલમાં એવોર્ડ જીત્યો હતો અને સચિન પણ 2011માં વિશ્વકપ સેમિફાઈનલમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. સચિન ભારત માટે એ વખતે ટોપ સ્કોરર હતો અને આર્જેન્ટિના માટે મેસી ફુટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિના માટે ટોપ સ્કોરર રહ્યો છે. એક સંયોગ પણ એવો છે કે, મેસી અને સચિન બંને 8-8 વર્ષ પહેલા ફાઈનલ હાર્યા હતા.

administrator
R For You Admin