દેશ-વિદેશ

અનુરાગ ઠાકુરે કહ્યુ – મોદી સરકારે બોલાવ્યો છે આતંકનો ખાત્મો, 2014 પછી મૃત્યુ 80 % ઘટ્યા

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, સરકારે આતંક સામે ઘણા મોટા પગલા લીધા છે. જેના કારણે વર્ષ 2014 પછી નાગરિકોના મૃત્યુમાં 80 ટકાનો ઘટાડો થયો છે. આતંકવાદને લઈને મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં 168 ટકાનો ઘટાડો થયો છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, આતંકવાદને દેશમાંથી સંપૂણ સમાપ્ત કરવાની મોદી સરકારની નીતિ રહી છે. અમે ભારતમાં આતંકવાદની કમર તોડવામાં કોઈ કસર બાકી રાખી નથી. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં બાલાકોટમાં કરાયેલ સૈન્ય કાર્યવાહી તેના બોલતા પુરાવા છે.

‘ઉત્તર પૂર્વમાં શાંતિ’

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું હતુ, ઉત્તર પૂર્વમાં શાંતિનો યુગ શરૂ થયો છે. 2014 થી ઉગ્રવાદી હિંસામાં 80% ઘટાડો થયો છે. 2014 પછી 6000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, અમે નોર્થ ઈસ્ટના મોટા ભાગના સ્થળોએથી Afspa હટાવી દીધી છે. આસામમાં પણ 60 ટકા જગ્યાએથી Afspa ધારો હટાવી દેવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, બચાવ કામગીરી પણ મોદી સરકારની પ્રાથમિકતા હતી. ઓપરેશન ગંગા હેઠળ, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવા માટે 1 ફેબ્રુઆરીથી શરૂ કરાયું હતું. તો અફઘાનિસ્તાનથી નાગરિકોને લાવવા માટે દેવી શક્તિની શરૂઆત કરવામાં આવી હતી.

પાકિસ્તાન પર નિશાન

અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આડે હાથે લેતા કહ્યું, વિશ્વમાં ભારતની છબી એક મદદગાર એવા મિત્ર દેશની બની છે. સાથે જ પાડોશી દેશની છબી આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ તરીકે બનાવવામાં આવી છે. પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. પોતાના કર્મને કારણે પાકિસ્તાનની વૈશ્વિક છબી એક એવા દેશ તરીકે બનાવવામાં આવી છે જે આતંકવાદને આશ્રય આપે છે અને આતંકી ભાષા છે.

સાયબર ક્રાઈમ વિશે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, નવી ટેક્નોલોજીના સમયમાં સાયબર ક્રાઈમ એ આજે એક મોટો પડકાર છે. મોદી સરકારે આને રોકવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સાયબર દ્વારા કટ્ટરપંથીકરણનો પ્રયાસ કરી રહેલા લોકો પર પ્રતિબંધ મૂકવાનું કામ કરી રહ્યા છીએ અને આને વધુ વેગ મળશે.

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

અનુરાગ ઠાકરે રાહુલ ગાંધી ઉપર વાકપ્રહાર કરતા કહ્યું, રાહુલ ગાંધી, ચીનના અધિકારીઓ સાથે જોવા મળે છે. તમે તેમની પાસેથી ભંડોળ લો છો, અને પછી ડોકલામને લઈને સવાલો ઉઠાવો છે. પંજાબમાં સરકાર બદલાયા બાદ 3 મહિનામાં 70થી વધુ હત્યાઓ થઈ છે. સરહદ પરથી કેટલીક ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો. પંજાબ એક સરહદી રાજ્ય છે, ત્યાં નબળી સરકારથી કામ નહી થાય. પંજાબમાં પણ કડક કાર્યવાહીની જરૂરિયાત સામે આવી રહી છે.

administrator
R For You Admin