ગુજરાત

તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર થી વાડલા ગીર માર્ગ ઉપર ખુલ્લા વીજ વાયર બદલી કેબલ ફીટ કરવામાં આવ્યો

આંકોલવાડી ગીર થી વાડલા ગીર જતા માર્ગ ઉપર પાંચ ક્રોસિંગ ઉપર કેબલ ફીટ કરતા અકસ્માતનો ભય દૂર થયો  નવો કેબલ ફીટ થતા ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને વીજળી સાતત્યપૂર્ણ મળશે

તાલાલા તાલુકાના આંકોલવાડી ગીરથી વાડલા ગીર ગામે જતા માર્ગ ઉપર પાંચ જગ્યાએ ક્રોસિંગ થતા વીજ વાયરો ખુલ્લા હોય તમામ જગ્યાએ ખુલ્લા વાયરો કાઢી કેબલ લગાવતા માર્ગ ઉપરનો અકસ્માત દૂર થતાં ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને જબરી રાહત મળી છે.

આંકોલવાડી ગીરથી વાડલા ગીર જતા માર્ગ ઉપર પાંચ જગ્યાએ વીજ વાયરો ક્રોસ થતા હતા,આ વાયરો અકસ્માતે તૂટે તો અકસ્માત થવાનો ભય સતત સતાવતો હોય તમામ ક્રોસિંગના ખુલ્લા વાયરો ની જગ્યાએ કેબલ લગાવી આખી લાઈનનું મેન્ટેનન્સ કરવા ગામના જાગૃત યુવા અગ્રણી શ્રી ધવલભાઈ કોટડીયા એ વીજ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓને વિસ્તૃત વિગતો સાથે પત્ર લખ્યો હતો જેના અંતર્ગત વીજ વિભાગ દ્વારા સર્વે કરાવી માર્ગ ઉપર જેટલી જગ્યાએ ખુલ્લી વીજ લાઈન ક્રોસ થતી હતી તમામ લાઈન કેબલ લગાવી જરૂરી તમામ સાધનો બદલી આખી લાઈનનું મેન્ટેનન્સ કરેલ છે.

લાઈનનું મેન્ટેનન્સ થતા રાહદારીઓ ઉપરનું જોખમ દૂર થયું તેમજ ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજળી મળતા વીજ વિભાગની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતલક્ષી કામગીરી સૌએ બિરદાવી છે

administrator
R For You Admin