જીવનશૈલી

તમને પણ છે આ લક્ષણો, તો થઈ શકે છે સડન કાર્ડિયાક અરેસ્ટ, જાણો તેનાથી બચવાના ઉપાય

દેશમા છેલ્લા કેટલાક મહિનાઓમા લોકોમા હ્રદય રોગોની સમસ્યા જોવા મળે છે. જેમા આપણે સાંભળીએ છીએ કે સ્વસ્થ વ્યક્તિને હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ પામે છે. જેમા કેટલાક લોકો ડાન્સ કરતા તો કેટલાક લોકો એક્સરસાઈઝ કરતા મૃત્યુ પામે છે, એવુ સાંભળવા મળે છે. ડોકટરોના મત અનુસાર અચાનક મૃત્યુનુ કારણ સડન કાર્ડિયાક અરેસ્ટ હોય છે જે હ્રદયની એક ગંભીર બિમારી છે જેના કારણે લોકોનુ અચાનક મોત નિપજે છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. અજિત જૈન અનુસાર અત્યારે સૌથી વધુ પ્રમાણમા મૃત્યુ સડન કાર્ડિયાક અરેસ્ટ દ્વારા થાય છે, જેમા વ્યક્તિને સડન કાર્ડિયાક અરેસ્ટના હુમલો થવાથી તે વ્યક્તિ તે જ ક્ષણે મૃત્યુ પામે છે. આ સડન કાર્ડિયાક અરેસ્ટના હુમલા પહેલા ખાસ કોઈ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ કેટલાક કેસમા તેના લક્ષણો આ પણ હોઈ શકે છે.

1. છાતીમા દુખાવો

2. શ્વાસ લેવામા તકલીફ

3. ધબકારા વધવા

4. વધારે પરસેવો આવવો

શું હોય છે સડન કાર્ડિયાક અરેસ્ટ

ડોકટર જૈન અનુસાર સડન કાર્ડિયાક અરેસ્ટમા વ્યક્તિનુ હ્રદય કામ કરતુ બંધ થઈ જાય છે જેના કારણે શરીરમા લોહીનુ પરિવહન અટકી જાય છે, પ્લસ અને બ્લડ પ્રેશર પણ ધટી જાય છે. જેના કારણે વ્યક્તિ બેભાન થઈ જાય છે જો સમયસર તેની સારવાર થતી નથી તો વ્યક્તિ ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. ડો. જૈનના મત મુજબ, સડન કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક કરતાં પણ વધુ ખતરનાક છે.

જો હાર્ટ એટેકના કેટલાક કેસમાં વ્યક્તિ બચી જાય છે અને તે તરત જ મૃત્યુ પામતો નથી અને જો સામાન્ય એટેક આવે તો દર્દીને જીવનું જોખમ થતુ નથી, પરંતુ સડન કાર્ડિયાક અરેસ્ટમાં મૃત્યુની શક્યતા ઘણી વધારે છે. જે લોકો પહેલાથી જ હ્રદય રોગથી પીડીત છે તેમને કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ વધુ હોય છે.

સડન કાર્ડિયાક અરેસ્ટથી કેવી રીતે બચાવ કરી શકાય

નિષ્ણાત ડોકટરોના મતે હૃદયની કોઈપણ બીમારીથી બચવા માટે તમારા આહાર અને જીવનશૈલીનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો વ્યક્તિ દારૂ અને સિગારેટ પીતા હોય તો આવા વ્યસનથી દૂર રહેવુ જોઈએ. દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ કસરત કરવી જોઈએ અને યોગ્ય ડાયટ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ.

 

administrator
R For You Admin