દેશ-વિદેશ

કોરોનાનું ફરી ભૂત ધુણ્યું ! લોકો દવા માટે ભીખ માંગે છે, કબ્રસ્તાનમાં પણ લાંબી કતારો લાગી, જુઓ વાયરલ વીડિયો

ભારે વિરોધ બાદ ચીનમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ પછી સ્થિતિ વણસી રહી છે. ચીનમાં શરૂઆતથી જ કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઓક્ટોબરમાં, ચાઇનીઝ સોશિયલ મીડિયા પર ચોખા માંગવાનો વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ચીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દવા માંગતો જોવા મળી રહ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ મેડિકલ સ્ટોર પર દવા માંગતો જોઈ શકાય છે. વીડિયોમાં તે વ્યક્તિ બ્લેક જેકેટ પહેરીને ઘૂંટણિયે બેસીને મેડિકલ સ્ટોર પર આવતા-જતા લોકો પાસેથી દવાઓ માંગી રહ્યો છે. જોકે, વિડિયોમાં તે વધુ જાણી શકાયું નથી કે તેને દવા મળે છે કે નહીં. આ વીડિયો ચીનના કયા વિસ્તારનો છે, તેની હાલ પુષ્ટિ થઈ નથી.

તે જ સમયે, ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ગાડીઓની લાંબી કતાર જોઈ શકાય છે. આ વીડિયોને ચીની સોશિયલ વર્કર જેનિફર ઝેંગે તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયો અંગે જેનિફરે જણાવ્યું છે કે કારોનાની આ લાંબી કતાર બેઇજિંગમાં કબ્રસ્તાનની બહાર છે. વિડિયોનું વર્ણન કરતાં જેનિફરે ટ્વિટર પર લખ્યું કે જે વ્યક્તિએ વીડિયો શૂટ કર્યો છે તે કહે છે કે આ ફક્ત એવા લોકો છે જે અસ્થાયી રૂપે મૃતદેહોને ત્યાં રાખવા માંગે છે. અહીં સ્મશાન સેવા માટે એપોઇન્ટમેન્ટ મેળવવી વધુ મુશ્કેલ બની છે.

બીજી તરફ ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, કોરોનાના રોજ નવા કેસોએ ચીનની આરોગ્ય સુવિધાઓને નબળી બનાવી દીધી છે. ચીનના બે વર્ષ માત્ર નાગરિકોને રસી આપવા અને હોસ્પિટલના સંસાધનોને મજબૂત કરવામાં વેડફાઈ ગયા છે. મૃત્યુઆંક વધવાને કારણે સ્મશાન સ્થળો પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે.

administrator
R For You Admin