ગુજરાત

અંકલેશ્વરમાં ગુનેગારો બેફામ? 24 કલાકમાં બહારની એજન્સીઓએ 3 ગુના ઝડપ્યા, લૂંટનો એક મામલો સામે આવ્યો

ઉલ્લેખનીય છેકે સ્ટેટમોંટીટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મોટા વિસ્તાર ઉપર નજર રાખતી હોવા છતાં વેપલાઓ તેમના ધ્યાન ઉપર આવી ગયા અને ત્રણ ગુનાઓ દાખલ થયા ત્યારે સ્થાનિક પોલીસ આ બેનંબરી વેપલાઓની માહિતી મેળવી ન શકી? આ પ્રશ્ન મૂંઝવણના કારણે અભ્યાસ માંગી રહી છે.

બેનંબરિયા તત્વોની બેફામ પ્રવૃત્તિઓએ અંકલેશ્વર રૂરલ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને દોડતી કરી છે. છેલ્લા 24 કલાકમાં અહીં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની બે મોટી રેડ કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન અનેઅંક્લેશ્વર રૂરલમાં દારૂ ઘુસાડવાના મોટા કાવતરા નિષ્ફ્ળ કર્યાછે તો ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીતાલી ગામમાં જુગારની ક્લબ ઉપર રેડ કરી સંચાલક સહીત 8 ની ધરપકડ કરી છે. આ બાકી હોય તેમ અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનમાં મોપેડ સવાર બે લૂટારીઓએ ચપ્પુની નોક ઉપર એક મહિલાનો મોબાઈલ અને નોકરિયાતની મોટરસાઇકલની લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો છે. સ્થાનિક પોલીસને પડકાર ફેંકી હાથ ન લગતા દારૂ , જુગાર અને લૂંટના ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચ અને વિજિલન્સ સ્કોડ દ્વારા ઉપરાછાપરી બેનંબરી પ્રવૃત્તિઓ ઝડપી પાડવાની બાબત સ્થાનિક પોલીસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે હજુ સુધી આ મામલાઓમાં સ્થાનિક પોલીસ સામે કાયદાકીટ તપાસના કોઈ આદેશ કરાયા હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી.

24 ક્લાક્મા બહારની એજન્સીઓ દ્વારા ઝડપાયેલ અને બનેલ મોટા ગુનાઓની વિગત

  • અંકલેશ્વર રૂરલ પો. સ્ટે હેઠળના શેંગપુર ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચે 1300 બોટલ દારૂ સાથે એકની ધરપકડ કરી
  • અંકલેશ્વર રૂરલ પો. સ્ટે હેઠળના જીતાલી ગામમાં સ્ટેટમોંટીટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમે જુગારની ક્લબ ઝડપી પાડી 8 ની ધરપકડ કરી
  • અંકલેશ્વર શહેર બી ડિવિઝન પો. સ્ટે હેઠળના હોટલ હિલ્ટન કમ્પાઉન્ડમાં પાર્ક કન્ટેનરમાંથી ક્રાઇમ બ્રાન્ચે અંદાજિત 4000 બોટલ દારૂ ઝડપી પાડ્યો
  • પાનોલી રૂરલ પો. સ્ટે હેઠળના જીઆઇડીસી વિસ્તારમાં મહિલા સહીત બે વ્યક્તિઓને લૂંટી લઈ લૂંટારુ ફરાર

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલની નિમણૂક બાદ ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે IPS અધિકારી ડો. લીના પાટીલની એન્ટ્રી બાદ ગુનેગારોએ ભરૂચ જિલ્લાની હદ છોડી દીધી હતી. એક તબક્કે જિલ્લામાં દારૂના બંધાણીઓના હાલ એ હદે બદતર બન્યા હતા કે બેનંબરિયાઓની દયનિય સ્થિતિ નજરે પડી રહીહતી. બીજી તરફ કેમિકલ ચોરો, ભંગાર ચોર અને નાના મોટા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તોજિલ્લા પોલીસની કાર્યક્ષમતામાં પણ વધારો થયો હતો. ચૂંટણીના માહોલમાં જિલ્લા પોલીસ વડા વહીવટી અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બનતા ફરી બેનંબરિયાઓએ ગોઠવણો શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વડાનું ધ્યાન હટતા દારૂની હાટડીઓ અને જુગારધામ ધમધવા લાગ્યા હોવાનું ૨૪ કલાકમાં બહારની એજન્સીઓની કાર્યવાહી ઉપરથી લાગી રહ્યું છે. જોકે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટની ટીમના ધ્યાન ઉપર આવતા લાલ આંખ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્ટેટમોંટીટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમે અંકલેશ્વરમાં ધડબડાટી બોલાવી ત્રણ મોટા ગુના દાખલ કર્યા છે તોએક મામલે બેફામી તરફ વળેલા ગુનેગારોએ પોલીસનેપડકાર ફેંક્યો છે.

ઈજ્જત બચાવવા કવરેજ ન થાયતે માટેપણ પ્રયાસ થયા?

સૂત્રો અનુસાર શેગપુર ગામમાં દારૂ ઝડપવાની ઘટનાના કવરેજથી અંકલેશ્વર પોલીસ દ્વારા મીડિયાને આડકતરી રીતે દૂર રાખવાના પણ પ્રયાસ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ક્રાઇમ બ્રાન્ચની પ્રેસનોટ જાહેર થયા બાદ આરોપીના નામ અને ચહેરા મીડિયા અને પ્રજા સામે ખુલ્લા પડ્યા હતા.

સ્થાનિક પોલીસ બેનંબરી પ્રવૃત્તિઓથી અજાણ?

ઉલ્લેખનીય છેકે સ્ટેટમોંટીટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મોટા વિસ્તાર ઉપર નજર રાખતી હોવા છતાં વેપલાઓ તેમના ધ્યાન ઉપર આવી ગયા અને ત્રણ ગુનાઓ દાખલ થયા ત્યારે સ્થાનિક પોલીસ આ બેનંબરી વેપલાઓની માહિતી મેળવી ન શકી? આ પ્રશ્ન મૂંઝવણના કારણે અભ્યાસ માંગી રહી છે.

administrator
R For You Admin