ધર્મ-આસ્થા

જાણો શું છે વ્રત કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા તેમજ વ્રત કરવાના નિયમો

સનાત પરંપરા અનુસાર હિંદુ ધર્મમા લોકો ઘણા વ્રત તપ કરતા હોય છે જેમા દરેક વ્રતનુ એક આગવુ મહત્વ હોય છે અને પ્રત્યેક વ્રત જુદા ભગવાન માટે કરવામા આવતુ હોય છે. જેમા અગિયારસ ભગવાન વિષ્ણુ માટે તો શિવરાત્રીનુ વ્રત ભગવાન શિવ માટે કરવામા આવે છે. હિંદુ માન્યતા અનુસાર વ્રત કરવાથી ભગવાનના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. વ્રત કરનાર લોકોને વ્રત નિયમોનુ પાલન કરવુ પડે છે. જો વ્રતના નિયમોનુ પાલન કરવામા ન આવે તો તેનુ શુભફળ પ્રાપ્ત થતુ નથી.

વ્રતનું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મમાં વ્રત વિશેષ મહત્વ ધરાવે છે. વ્રત રાખનાર જાતકોને માનસિક શાંતિ મળે છે અને ભગવાનની નજીક રહેવાની અનુભૂતિ થાય છે, સાથે સાથે શક્તિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તી થાય છે. હિંદુશાસ્ત્રોમાં વ્રતનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમા એવું માનવામાં આવે છે કે વ્રત રાખવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે એને કષ્ટોમાથી મુક્તિ મળે છે. જે લોકો વ્રત કરે તે વ્યક્તિનું મન, શરીર અને આત્મા શુદ્ધ બને છે. હિંદુ ધર્મમાં વ્રત રાખવાથી વ્યક્તિમા ભગવાન પ્રત્યે આદર, ભક્તિ અને સમર્પણની ભાવના જોવા મળે છે. આ કારણોસર, દરેક ધાર્મિક અવસરે કોઈને કોઈ સ્વરૂપમાં ઉપવાસ કરવામાં આવે છે.

વ્રતનું વૈજ્ઞાનિક મહત્વ

વ્રતનુ ધાર્મિક મહત્વની સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જે લોકો વ્રત કરતા હોય છે તે લોકો વ્રતના નિયમ અનુસાર અલ્પઆહાર કે ઉપવાસ કરીને વ્રત કરે છે જેના કારણે તે વ્યક્તિના પાચન તંત્ર માટે ફાયદાકારક સાબિત થાય છે. વ્રત કરવાથી પાચનતંત્રના કાર્યોને મજબૂત કરે છે. વ્રત કરનાર વ્યક્તિના શરીરમાં જો સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ હોય તો તેની માત્રાને નિયંત્રણમાં રાખે છે, જેના કારણે વ્યક્તિનું શરીર સ્વસ્થ રાખવામા મદદરુપ થાય છે.

વ્રતના નિયમો

1- વ્રત રાખનાર વ્યક્તિને સવારે વહેલા ઉઠીને શક્ય હોય તો ગંગાજળથી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરો.

2- જે ભગવાનનુ વ્રત કર્યુ હોય તે દેવી-દેવતાઓનુ પૂજન કરો અને જે દિવસે વ્રત રાખવામાં આવે છે તે દિવસ સંબધિત ભગવાનની અવશ્ય પૂજા કરો.

3- જે દિવસે તમે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય, તે દિવસે વ્રત કરનાર વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ.

4- વ્રત કરનાર વ્યક્તિએ ઉપવાસના દિવસે વારંવાર ખાવાનું ન જોઈએ. ઉપવાસ દરમિયાન વ્રતના નિયમો અનુસાર ભોજન કરવુ જોઈએ. વ્રતમા પાણી અને ફળોને ગ્રહણ કરી શકાય છે. આ રીતે કરવામા આવેલ વ્રતને પૂર્ણ વ્રત માનવામાં આવે છે.

5- વ્રતના દિવસે ખરાબ આદતોથી દૂર રહેવુ જોઈએ. વ્રત કરતી વખતે વ્યક્તિએ હંમેશા સાચું બોલવું જોઈએ. કોઈ અન્ય વ્યક્તિને બિનજરૂરી પરેશાન ન કરવું જોઈએ. ઉપવાસ કરતી વખતે વ્યક્તિને કોઈ નિંદા ન કરવી જોઈએ.

6 – વ્રતના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ જરુરિયાત મંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ અને દિવસભર ભગવાનના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.

administrator
R For You Admin