ગુજરાત

મોજશોખ માટે કરતા હતા દૂધની ચોરી, બે ચોરોએ 45 જગ્યાએથી દૂધ ભરેલા કેરેટ પણ ચોર્યા

અમદાવાદ શહેરના પૂર્વના અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ વર્ષથી દૂધ વિક્રેતા પોતાની દુકાને આવે ત્યારે દૂધના કેરેટ ઓછા હોવાનું સામે આવતું હતું. ચોરીઓ વધતા વેપારીઓ અને પોલીસ પણ સક્રિય થઈ હતી. જે બાદ તપાસ ઉંડાણપૂર્વક તપાસ કરતા એક સીસીટીવીમાં બે લોકો બાઈક પર દૂધના કેરેટ ચોરી કરી લઈ જતા જોવા મળ્યા. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને દૂધ ચોરી કરનારા બે લોકોની શોધખોળ હાથ ધરી છે. આ પહેલા બંને ચોરોએ દૂધના કેરેટની ચોરીની શરૂઆત નિકોલ, કૃષ્ણનગર અને બાપુનગરથી કરવામાં આવી હતી. જયારે તેમા ફાવટ આવતા અને પોલીસની નિષ્ક્રિયતા સાથે કોઈ ફરિયાદ ન થતા આરોપીઓની હિંમત વધી હતી અને આરોપીઓ રિંગ રોડ ધરાવતા ઓઢવ, નરોડા, નિકોલ, સરદારનગર જેવા વિસ્તારોમાં ફરવા લાગ્યા અને અહીં એક બાદ એક ચોરીઓ કરતા ગયા.

આ દૂધની થેલીઓની ઘટ થતા વેપારીઓ દૂધ મુકવા આવનારને પૂછતા પણ કોઈ યોગ્ય જવાબ ન મળતો. એક બાદ એક ઘટનાઓ બની તો તેમાં આરોપીઓની હિંમત વધી ગઈ. કેમ કે ના તો પોલીસ ફરિયાદ નોંધતી કે ના તો વેપારીઓ દુકાનની અંદર માલ મુક્તા. આ જ કારણથી આરોપીઓએ એક બાદ એક ચોરીને અંજામ આપ્યો અને એક બે કે પાંચ દસ નહિ પણ સમગ્ર પૂર્વ વિસ્તારમાં 45 થી વધુ ચોરીને અંજામ આપ્યો.

એક બાદ એક દૂધના કેરેટ ચોરીની ફરિયાદો આવતા પોલીસ સક્રિય બની અને ઓઢવ પોલીસે આ બાબત ગંભીરતાથી લઇ એક ટીમ બનાવી આરોપીઓને શોધવામાં લાગી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નરોડાના દિપક ઠાકોર અને દશરથ ઉર્ફે અમરત ઉર્ફે કાળિયો ઠાકોરની ધરપકડ કરી છે. આ આરોપીઓએ એકાદ વર્ષથી કરેલી ચોરીનો આંક 40 થી વધુ સામે આવ્યો. દૂધ ચોરવાનું કારણ માત્ર આસાનીથી મળી જતો આ માલ સસ્તા ભાવે વેચી પૈસા કમાવવાનું હોવાનું પણ સામે આવ્યું.આ આરોપીઓ એક કારખાનામાં સામાન્ય પગારની નોકરી કરતા હતા અને પૈસા ઓછા મળતા દૂધ ચોરવાનું શરૂ કર્યું. જેમા આરોપી દિપક ગુનાહિત ઇતિહાસ પણ છે જે નરોડામાં લૂંટ કરી ચુક્યો છે.

જેમા આરોપીઓ એક વર્ષથી ચોરી કરતા અને સફેદ દૂધ વેચી કાળી કમાણી કરતા. હાલ પોલીસ પાસે આરોપીઓએ 45 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પણ આરોપીએ એકાદ વર્ષમાં 60 થી વધુ ચોરી કરી હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સફેદ દૂધ બ્લેકમાં લેનાર આરોપીઓ કોણ છે તે આરોપીઓની હાલ ભાળ મેળવવા પોલીસ સક્રિય બની છે

 

 

administrator
R For You Admin