આરોગ્ય

તમારા શરીરને તંદુરસ્ત રાખવા ઘઉંની જગ્યાએ આ અનાજને તમારા ડાયટમાં સામેલ કરો

ઘઉંના લોટને બદલે તમે તમારા ડાયટમા જુવાર, બાજરી, મકાઈ અને રાગીમાંથી બનાવેલા લોટનુ સેવન કરવાથી સ્વસ્થ સારુ બને છે. નિષ્ણાતો અનુસાર સામાન્ય લોટ કરતાં મોટા દાણાવાળો લોટ સારો હોય છે.

પેટની બિમારીઓથી દૂર રહેવા માટે ઉચિત માત્રામા ફાયબર ખાવુ જોઈએ. મોટા અનાજમા સારા પ્રમાણમા ફાયબર હોવાથી તે ખાવામા ફાયદાકારક છે. જેમા ન્યૂટ્રિએટ્સની માત્રા સારા પ્રમાણમા મળી રહે છે. પેટને સ્વસ્થ રાખવા માટે મલ્ટી ગ્રેન લોટને રોજિંદા જીવનમા ઉપયોગ કરવો જોઈએ.

પેટને સ્વસ્થ રાખવા માટે ફાઈબરનું સેવન જરૂરી છે અને મોટા અનાજનો સૌથી વધુ ફાયબર જોવા મળે છે અને તેમા પોષક તત્વોની માત્રા પણ વધુ હોય છે. જેથી રોજિંદા જીવનમા મલ્ટી ગ્રેનનો ઉપયોગ કરવો જોઈએ.

ડો.કંથએ જણાવ્યુ કે તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. જો દરરોજ મોટા અનાજનું સેવન કરવામા આવે તો હાઈ બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકાય છે.

ડો.કંથના જણાવ્યા મુજબ,મોટા અનાજ હાડકા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. બાળકો અને વૃદ્ધોએ મોટા અનાજમાંથી બનેલા લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

administrator
R For You Admin