ગુજરાત

યુનેસ્કોએ PM મોદીના જન્મસ્થળ વડનગરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં કર્યું સામેલ, જાણો શું છે કારણ

પીએમ નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે આ યાદીમાં મોઢેરાના સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીના ખડકોની આકૃતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતની દૃષ્ટિએ મોઢેરાના સૂર્યમંદિર અને વડનગર બંને મહત્ત્વના છે. તેઓ મહેસાણા જિલ્લામાં આવે છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

જાણો વડનગરને કેમ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને કોઈ ઐતિહાસિક જગ્યાને કેમ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવે છે.

વડનગર શા માટે પસંદ કરવામાં આવ્યું?

જૂના ડોક્યુમેન્ટ્સ જોઈએ તો વડનગર 2500 વર્ષ જૂનું ઐતિહાસિક શહેર છે. 7મી સદીમાં ભારત આવેલા ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગના પ્રવાસ વર્ણનમાં વડનગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડનગર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે. આ સ્થાનના ઘણા ભાગોમાં જૈન ગુફાઓ હાજર હતી અને સોલંકી શાસકોએ ઘણા સ્મારકો બનાવ્યા હતા. આમ વડનગર ધાર્મિક અને ઐતિહાસિક બંને રીતે મહત્વપૂર્ણ છે.

અહીંના ખોદકામમાં મળેલા અવશેષો દ્વારા પણ વડનગરની પ્રાચીનતાની ઘણી વખત પુષ્ટિ મળી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન માટીકામ, ઘરેણાં અને વિવિધ પ્રકારના શસ્ત્રો મળી આવ્યા છે. ઘણા પુરાતત્વવિદો માને છે કે, વડનગર એ હડપ્પન સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળોમાંનું એક છે, જે સંસ્કૃતિને ભારતની સૌથી જૂની સંસ્કૃતિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વડનગર એક સમયે અર્જુન બારી, નદીઓલ, અર્થોલ, ઘસકોલ, પિથોરી અને અમરથોલ નામના છ દરવાજાઓથી ઘેરાયેલું હતું. તેમાંથી અમરથોલને પ્રાચીન દરવાજો ગણવામાં આવે છે.

ઉપરાંત ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ અને પગથિયાં વાળો કૂવો પ્રખ્યાત

ઈતિહાસમાં વડનગર અનેક નામોથી જાણીતું છે. તેમાં આનંદપુર, સ્નેહપુર અને વિમલપુરનો સમાવેશ થાય છે. કહેવાય છે કે તાના અને રીરી નામના ગાયકોનો જન્મ આ પ્રાચીન શહેરમાં થયો હતો. જ્યારે તાનસેન અકબરના દરબારમાં રાગ દીપક ગાયું ત્યારે તેનું શરીર બળી ગયું હતું. ત્યારબાદ તાના અને રીરી બહેનો દ્વારા ગાયેલા રાગ મલ્હારે તેમનો તાવ ઉતાર્યો હતો.

અહીં 5મી સદીમાં બનેલું હાટકેશ્વર મંદિર છે જે ઘણું પ્રખ્યાત છે. આ ઉપરાંત ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ અને પગથિયાં વાળો કૂવો પ્રખ્યાત છે. વડનગરમાં આવા અનેક સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. યુનેસ્કો દ્વારા વડનગરને વર્લ્ડ હેરિટેજનો તાજ અપાયા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે.

કેવી રીતે મળે છે વર્લ્ડ હેરિટેજનો તાજ

યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન પસંદ કરવા માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. જેમ કે- તે મનુષ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રેષ્ઠ કૃતિ હોવી જોઈએ. સ્મારકો, પુરાતત્ત્વ, ટેક્નોલોજી અથવા હસ્તકલાના વિકાસ પર ચોક્કસ સમયે વિશ્વના સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં તે માનવ મૂલ્યોનો એક ભાગ હોવો જોઈએ. બાંધકામનો એવો ઉત્કૃષ્ટ નમુનો હોય, જે વાસ્તુકલા, સ્થાપત્ય કલા કે કુદરતી રીતે રસપ્રદ હોય

administrator
R For You Admin