ટેકનોલોજી

હવે ચશ્મા પર લાગતી ધુમ્મસથી નહીં થવું પડે પરેશાન, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો કાયમી ઈલાજ

કુદરતે આ દુનિયામાં અદ્ભૂત રંગો ભર્યા છે જેને આપણે નરી આંખે જોઈ શકાય છે તેના માટે આપણે કોઈ પૈસા પણ ચૂકવવા પડતા નથી પરંતુ ઘણા લોકોને આ નજારો જોવા માટે પૈસા ચૂકવવા પડે છે કારણ કે તેઓને આંખના નંબરના કારણે ચશ્મા પહેરવા પડે છે અને આ ચશ્મામાં એક મોટી સમસ્યા છે ફોગ એટલે કે જો મોં પર માસ્ક અથવા અન્ય કોઈ વસ્તુ બાંધેલી હોય તો ચશ્મા પર ધુમ્મસ લાગી જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેનો ઈલાજ શોધી લીધો છે. ચાલો જાણીએ.

ચશ્મા પર ઘુમ્મસ માથાનો દુખાવો

કોરોના જેવી મહામારીમાં માસ્ક પહેરવો ફરજીયાત હતો એ ત્યારે માસ્ક ઉપર ચશ્મા પહેરવામાં ફોગ ખુબ મોટી સમસ્યા સાબિત થાય છે. ઘણી વખત રસ્તા પર ચાલતા કે ગાડી ડ્રાઈવિંગ કરતા સમયે આ ચશ્મા પર ઘુમ્મસ માથાનો દુખાવો સાબિત થઈ જાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આને હંમેશ માટે થતું અટકાવવાનો રસ્તો શોધી લીધો છે.

પારદર્શક નેનો-કોટિંગ વિકસાવ્યું

સ્વિટ્ઝર્લૅન્ડની ટોચની યુનિવર્સિટીઓમાંની એક, ETH ઝ્યુરિચના સંશોધકોની એક ટીમ પારદર્શક નેનો-કોટિંગ વિકસાવ્યું છે જે ભેજવાળી સ્થિતિમાં ચશ્માને ફોગ થવાથી રોકી શકે છે. આ કોટિંગ જે સોનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તે ચશ્માને ગરમ કરવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે જે પછી તેને ફોગિંગ થતાં અટકાવે છે. તેને કોઈ બેટરી અથવા અન્ય ઘટકોની જરૂર પડતી નથી.

કોટિંગ ઇન્ફ્રારેડ રેડિયેશનનો મોટો હિસ્સો શોષી લે છે

તેનો ઉપયોગ માત્ર ચશ્મા પૂરતો મર્યાદિત નથી પરંતુ કારની વિન્ડશિલ્ડ વગેરેમાં તેનો ઉપયોગ થઈ શકે છે. તેમ છતાં તે હજુ પણ પરીક્ષણ હેઠળ છે, સંશોધકોનો દાવો છે કે તે આ કોટિંગનો ઉપયોગ એન્ડલેસ છે. ETH ડોક્ટરલ વિદ્યાર્થી ઇવાન હેચલરે જણાવ્યું કે “અમારું કોટિંગ ઇન્ફ્રારેડ રેડિયેશનનો મોટો હિસ્સો શોષી લે છે, જેના કારણે તે 8 °C સુધી ગરમ થાય છે,”

પરંપરાગત પદ્ધતિઓથી અલગ છે

આ ટેક્નોલૉજી દ્વારા ઉપયોગમાં લેવાતો અભિગમ પરંપરાગત ધુમ્મસ વિરોધી પદ્ધતિઓથી અલગ છે, જે સપાટીને હાઇડ્રોફિલિક અથવા પાણી-આકર્ષક અણુઓ સાથે કોટિંગ કરીને તેમના હેતુને પુરો કરે છે, જે ચશ્મા પર ધુમ્મસ જામવા નહીં દે અને તમને આ સમસ્યાથી છુટકારો મળશે.

administrator
R For You Admin