રમત ગમત

નીરજ ચોપરાએ 90 મીટર જેવલિન થ્રો ફેંક્યા વગર અનેક રેકોર્ડ બનાવ્યા

ગયા વર્ષે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપરા રાતોરાત સ્ટાર બની ગયો હતો. નીરજનો ઈતિહાસ રચવાની પ્રક્રિયા આ વર્ષે પણ ચાલુ રહી. દેશ માટે મેડલ અને ટાઇટલ જીતવાની વચ્ચે તે ઈજા સાથે સંઘર્ષ કરતો પણ જોવા મળ્યો હતો પરંતુ તેમ છતાં તેનો ઉત્સાહ ઓછો થયો ન હતો.

નીરજ ચોપરાએ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે અંજુ બોર્બી જોર્જ બાદ બીજો ભારતીય ખેલાડી બન્યો જેમણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો અંજુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો અને રેકોર્ડ બનાવ્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે ઓગસ્ટ મહિનામાં બર્મિગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમમાં ભાગ લઈ શક્યો ન હતી. તેમની પાસે ખિતાબ બચાવવાની તક હતી. એવું લાગતુ હતુ કે, કદાચ નીરજ ડાયમંડ લીગમાં ભાગ લઈ શકશે નહિ પરંતુ તે ફિટ થઈ મેદાનમાં પરત ફર્યો હતો.

નીરજ ચોપરાએ પણ ડાયમંડ લીગમાં ઈતિહાસ રચ્યો હતો. ઈજાના કારણે બાકાત રહેવા છતાં તે માત્ર ફાઇનલમાં જ ક્વોલિફાય થયો ન હતો પરંતુ ટાઇટલ પણ જીત્યું હતું. નીરજ આ વર્ષે ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે.

વર્ષના અંતે નીરજ ફરી ચર્ચામાં રહ્યો હતો. નીરજ ચોપરા પર આ વર્ષે 2022માં વર્લ્ડમાં સૌથી વધુ આર્ટિકલ લખાયા છે. તેમણે આ મામલે ઉસેન બોલ્ટને પણ પાછળ છડ્યો જે ગત્ત વર્ષેથી નંબર વન પર હતો.

administrator
R For You Admin