ગુજરાત

મોબાઇલ રીચાર્જની જેમ થશે વીજબીલનું રીચાર્જ ,જેટલું રિચાર્જ એટલો થશે વપરાશ !વાંચો રસપ્રદ યોજના

તમે મોબાઈલનો ઉપયોગ કરો અને તેમાં રિચાર્જ કરો તેટલો જ વપરાશ થઇ શકે છે.હવે આ યોજના વીજ બીલમાં પણ લાગુ થવા જઇ રહી છે.કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે દેશમાં હવે સ્માર્ટ મીટર લગાડવાની યોજના લાગુ કરવામાં આવી રહી છે જે પૈકી પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્રારા સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 46 લાખ જેટલા ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના કારણે દરેક ગ્રાહક પોતાના વપરાશ મુજબ રિચાર્જ કરાવી શકશે.

મોબાઇલ એપ્લિકેશનથી મળશે માહિતી

આ અંગે માહિતી આપતા પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરુનવાલે ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પીજીવીસીએલ દ્રારા મે 2023થી સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવશે અને ડિસેમ્બર 2023 સુધીમાં તમામ વપરાશકર્તાઓ સુધી સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવશે.આ અંગે પીજીવીએલ દ્રારા ખાસ મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવશે જેમાં વપરાશકર્તાઓને તમામ માહિતી આપવામાં આવશે.જેમાં દરરોજ કેટલું વીજબીલ વપરાયું છે. ક્યાં સમયે વધારે વપરાશ થયો છે.તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉપયોગ પ્રમાણે યુનિટ ચાર્જ થઇ શકશે

પીજીવીસીએલના કહેવા પ્રમાણે દરેક ઉપયોગકર્તા પોતે કરેલા વીજ ઉપયોગ અઁગે મોબાઇલ એપ્લિકેશનમાં કેટલા યુનિટનો વપરાશ કર્યો છે તેની માહિતી મેળવી શકશે તેની સાથે સાથે પીજીવીસીએલ પણ આ ડેટા એનાલિસીસ કરીને કેટલો વપરાશ થયો છે તેની માહિતી જોઇ શકશે જેથી આગામી દિવસોમાં જ્યારે ઓછો વપરાશ હોય અને વધારે વપરાશ હોય તે પ્રમાણે યુનિટના ભાવમાં ફેરફાર કરી શકાય છે જેથી યુનિટનો ભાવ ઓછો હોય ત્યારે કેટલાક ઉપકરણોનો લોકો વપરાશ કરી શકે છે જેથી તેઓનું વીજબિલ ઓછું આવે.

સોલાર પેનલથી વીજળી આપી શકાશે

વરૂણકુમારે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં સોલાર એનર્જીનો ઉપયોગ વઘી રહ્યો છે અને સોલાર પેનલથી લોકો વીજળીની બચત કરી રહ્યા છે ત્યારે સ્માર્ટ મીટરને આધારે સોલાર પાવરની મદદથી એક પાડોશી બીજા પાડોશીને પણ વીજળી વહેંચી શકે તે પ્રકારની વ્યવસ્થા થશે કારણ કે સ્માર્ટ મીટરને કારણે કેટલી વીજળીનો વપરાશ થયો છે તે પ્રમાણે ચાર્જ વસૂલી શકાય છે.

પીજીવીસીએલને નાણાંકીય ભારણ ઘટશે

પીજીવીસીએલના એમડીનું માનવું છે કે આ યોજના લાગુ થવાને કારણે દરેક વપરાશકર્તા તેનું વીજબીલ અગાઉથી જ ભરી દેશે જેના કારણે અત્યારે પીજીવીસીએલને અમુક વપરાશકર્તાઓના બીલ ન ભરવાને કારણે જે નાણાંકીય ખાધ આવે છે તે દુર થઇ જશે.આ ઉપરાંત મીટર રીડીંગ માટે જે લોકો સ્ટાફ રોકાયેલો છે તેને પણ બીજી જગ્યાએ ઉપયોગ થઇ શકશે.આ યોજનાથી પીજીવીસીએલને આર્થિક રીતે સરપ્લસ થશે તેવી આશા છે.

administrator
R For You Admin