મનોરંજન

ડેબ્યૂ પહેલા શાહરૂખ ખાને પોતાની પુત્રીને આ રીતે આપી એક્ટિંગની ટ્રેનિંગ, સુહાના ખાને બતાવી એક ઝલક

શાહરુખ ખાને પોતાની દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં એક ખાસ ઓળખાણ બનાવી છે. હવે તેની પુત્રી સુહાના ખાન પણ ફિલ્મી દુનિયામાં ટૂંક સમયમાં જ ડેબ્યૂ કરવાની છે. સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવાની છે. હાલમાં સુહાના ખાને આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી સુહાના ખાને હવે તેના પિતા શાહરૂખ ખાન પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોસ્ટ શેયર કરતી રહે છે. હવે સુહાના ખાને એક ડાયરીની તસવીર પોસ્ટ કરી છે, જે શાહરુખ ખાને તેને ગિફ્ટ કરી છે. આ ડાયરી શાહરુખ ખાનને સુહાનાને એક્ટિંગના કેટલાક ખાસ ગુણ શિખવવા માટે લખી છે.

આ ડાયરીના પહેલા પેજ પર લખ્યું છે, “સુહાના ખાન માટે પિતા તરફથી.” આ ડાયરીના બીજા પાના પર લખ્યું છે કે આ ડાયરી એક્ટિંગ વિશે છે. આગળના પેજ પર વર્ષ 2014 લખેલું છે, જે દર્શાવે છે કે શાહરૂખ ખાન આ ડાયરી 2014થી લખી રહ્યો છે. એક્ટિંગની ટ્રેનિંગ આપવા માટે શાહરુખે આ ડાયરી સુહાનાને ગિફ્ટ કરી છે.

આ ખાસ ડાયરીની ઝલક બતાવતા સુહાના ખાને કેપ્શનમાં લખ્યું, “મંગળવારની પ્રેરણા.” સુહાનાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે હાલમાં તે તેના પિતા દ્વારા લખાયેલી આ ડાયરીમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

શાહરુખ ખાને કરી ફની કોમેન્ટ

પુત્રી સુહાના ખાનની આ પોસ્ટ પર શાહરૂખ ખાને ખૂબ જ ફની કોમેન્ટ કરી છે. શાહરુખે લખ્યું, “એક્ટિંગ વિશે જે કંઈ હું જાણતો નથી, તે મેં તેમાં લખ્યું છે, જેથી તમે શીખો અને મને શીખવાડો.”

સુહાના ખાનની પહેલી ફિલ્મ ધ આર્ચીઝ વર્ષ 2023માં ઓટીટી પ્લેટફોર્મ નેટફિલક્સ પર રિલીઝ થવા માટે તૈયાર છે. સુહાનાની સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે. અગસ્ત્ય અને ખુશીની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે

administrator
R For You Admin