મનોરંજન

‘પઠાણ’ વિવાદ વચ્ચે શાહરૂખ ખાન માટે મોટું સન્માન, વિશ્વના ઓલ ટાઈમ 50 મહાન કલાકારોમાં સામેલ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને વિવાદોમાં છે. હાલમાં જ તેની ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું, જે બાદ આ ગીતમાં દીપિકાની ઓરેન્જ રંગની બિકીનીને લઈને વિવાદ શરૂ થયો હતો અને પઠાણનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન હવે શાહરૂખ ખાનને મોટી સફળતા મળી છે.

શાહરુખ ખાન બોલિવુડનો એક એવો અભિનેતા છે જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર તેમનું ખુબ મોટા લેવલ પણ ઓળખ છે, દુનિયાભરમાં તેના ચાહકો છે. હવે તેનું નામ દુનિયાના 50 ઓલ ટાઈમ મહાન અભિનેતાના લિસ્ટમાં સામેલ થયું છે. જેની જાણકારી તેની મેનેજર પુજા દદલાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા આપી છે.

આ લિસ્ટમાં સામેલ થનાર એક માત્ર ભારતીય

શાહરુખ ખાનને આ સન્માન બ્રિટિશ મેગેઝિન એમ્પાયર તરફથી મળે છે. આ લિસ્ટને જાહેર કરવા માટે મેગેઝીન તરફથી મત આપવામાં આવ્યો હતો. મેગેઝિને પોતાના રીડર્સને એવો અભિનેતા પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતુ કે, જે દુનિયાનો બેસ્ટ અભિનેતા છે. જેમણે હંમેશા સિલ્વર સ્ક્રીન પર બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે તેના જેવો ટેલેન્ટ ક્યારે પણ જોવા મળ્યો ન હતો. તે દુનિયાના 50 ઓલ ટાઈમ મહાન અભિનેતામાં શાહરુખ ખાનની પણ પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન એકમાત્ર એવો ભારતીય અભિનેતા છે જેને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહરૂખ દ્વારા ભજવવામાં આવેલા કેટલાક લોકપ્રિય પાત્રો પણ આ યાદીમાં સામેલ છે, જેમાં દેવદાસ ફિલ્મમાં દેવદાસ મુખર્જીનું પાત્ર, માય નેમ ઈઝ ખાનમાં રિઝવાન ખાન, કુછ કુછ હોતા હૈમાં રાહુલ ખન્ના અને સ્વદેશમાં મોહન ભાર્ગવનો સમાવેશ થાય છે.

શાહરૂખ સિવાય આ લિસ્ટમાં અમેરિકન એક્ટર ટોમ ક્રૂઝ, ટોમ હેંક્સ, જીન હેકમેન, એક્ટ્રેસ બીટ ડેવિસ, ઓસ્ટ્રેલિયન એક્ટર હીથ લેજર જેવા બીજા ઘણા મોટા નામ સામેલ છે.

ચાર વર્ષ પછી પડદા પર પરત ફર્યો

શાહરુખ ખાન છેલ્લે લીડ રોલ વર્ષે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. તે હવે 4 વર્ષે બાદ પઠાણમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

administrator
R For You Admin