રમત ગમત

બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં, KL રાહુલ ઈજાગ્રસ્ત થયો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પહેલા ભારતીય ટીમ પર ખતરો મંડરાય રહ્યો છે. આ દરમિયાન આ ખતરો કેપ્ટન રાહુલને થયેલી ઈજા પર છે. અહેવાલો અનુસાર નેટ પર પ્રેક્ટિસ દરમિયાન કે.એલ રાહુલના હાથમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે ભારતની સામે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોર મુજબ કેએલ રાહુલની ઈજા વધુ નથી પરંતુ તે આ ઈજાને લઈ કાંઈ કહી શકતા નથી કે તે બીજી ટેસ્ટ માટે ફિટ થઈ શકે કે નહિ, જો રાહુલ બીજી ટેસ્ટમાં ઈજાના કારણે નહિ રમે તો ભારતની કેપ્ટનશીપ અને ઓપનિંગની સમસ્ચા થશે.

રાહુલની ઈજા ગંભીર નથી-વિક્રમ રાઠોર

કે.એલ રાહુલને ત્યારે ઈજા થઈ જ્યારે તે નેટ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ઈજા તેના હાથમાં થઈ હતી. ઈજા થતા રાહુલને લઈ નવું અપડેટ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોરે આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ અત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. અમે ઈચ્છીએ છીએ કે તે બીજી ટેસ્ટ માટે સ્વસ્થ રહે.

કે.એલ રાહુલને બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમવું જરુરી છે. જો આવું ન થયું તો ભારતની સામે સવાલ ઓપનિંગનો છે. શુભમન ગિલનું જોડીદાર કોણ હશે ? આ સિવાય ટીમ પાસે રોહિત અને પંડ્યા પણ નથી તો રાહુલ પણ રમશે નહિ તો કેપ્ટન કોણ હશે ?

2 ટેસ્ટની સિરીઝમાં 1-0થી આગળ ભારત

તમને જણાવી દઈએ કે, 2 મેચની સીરિઝ પહેલી ટેસ્ટ ભારતના નામે રહી છે. ચટ્ટોગ્રામમાં રમાયેલી ટેસ્ટ જીતી ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે મેચ મીરપુરમાં છે. જેને જીતી ભારતીય ટીમ સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા ઉતરશે. ભારત જો બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરે છે તો તે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં બમ્પર ફાયદો થશે.

ભારતે 188 રને બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટ મેચમાં હાર આપી છે. આ સાથે ટેસ્ટ સિરીઝમાં ભારતે 1-0 થી સરસાઈ મેળવી, હવે બીજી ટેસ્ટ મેચ ઢાકામાં રમાનારી છે. ભારતને માટે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા આ સિરઝ મહત્વની રહેશે. સિરીઝની અંતિમ અને બીજી ટેસ્ટ મેચ ઢાકામાં રમાનારી છે. જે 22 ડિસેમ્બરને ગુરુવારે શરુ થનારી છે. જે મેચ 26 ડિસેમ્બર સુધી રમાનારી છે.

administrator
R For You Admin