દેશી ઘી ખાતા પહેલા ચેતી જજો ,દેશી ઘી ના નામે નકલી નું મોટું કોભાંડ ચાલી રહ્યું છે ,સુરત જીલ્લા એલ સી બી એ કામરેજના માકણા ગામે થી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે , પામોલીન ઓઈલ અને અન્ય દ્રવ્ય મિક્ષ કરી બનાવવામાં આવતું હતું નકલી ઘી ,જીલ્લા એલ સી બી એ ૨૪ લાખ થી વધુ નો મુદ્દામાંલ કબજે કરી વધુ તપાસ કામરેજ પોલીસ ને સોપી છે
૨૧ મી સદી માં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ રહ્યા છે અને સ્વાસ્થ્ય માટે ફરીથી થી પ્રાચીન સંસ્કૃતિ અને ખાન પાન તરફ વળી રહ્યા છે ત્યારે પ્રાચીન સમય થી દેસી ઘી ને સ્વાસ્થ્ય માત્રે અમૃત માનવામાં આવે છે ત્યારે આજ ઘી ના નામે કાળા કારોબાર નો જીલ્લા એલ સી બી એ પ્રદફાશ કર્યો છે ,કામરેજના માંકણા ગામે એક ગોડાઉનમાં જીલ્લા એલ સી બી એ બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા ,ગોડાઉન જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી ,ગોડાઉનમાં મોટા પાયે દેશી ઘી બનાવવામાં આવી રહ્યું હતું ,જોકે ઊંડાણ પૂર્વક તપાસ કરતા દેશી ના નામે નકલી નો ખેલ સામે આવ્યો હતો ,ગોડાઉન માં પામોલીન ઓઈલ અને અન્ય દ્રવ્ય નું મિશ્રણ કરી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું ,પોલીસે મોટી માત્રામાં પામોલીન ઓઈલ ,અન્ય દ્રવ્ય ,ડાલડા ઘી ,તેમજ નકલી ઘી બનાવવાના ઉપયોગ માં લેવાતા મોટા તપેલા સહિતની સામગ્રી મળી ૨૪ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે ,પોલીસે સમગ્ર ઘટના દરમ્યાન એફ એસ એલ ની પણ મદદ લીધી હતી ,એફ એસ એલ દ્વારા ઘી ના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે ,હાલ પોલીસ ધ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ વધુ તપાસ કામરેજ પોલીસ ને સોપવામાં આવી છે