તાજા સમાચાર

સોનાની ચળકાટમાં થયો વધારો, ઉપલા સ્તરે 55 હજાર સુધી ટ્રેડ થયું, જાણો તમારા શહેરનો ભાવ

ભારતીય વાયદા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 55,000 રૂપિયાની ઉપર પહોંચી ગઈ જોકે બાદમાં થોડી નરમાશ સાથે ભાવ ફરી 55 હજાર નીચે સરક્યો હતો. ચાંદીનો ભાવ આજે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું તેજીમાં અને ચાંદી નરમ છે. આજે એટલે કે 22 ડિસેમ્બર ગુરુવારે ગોલ્ડ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.01 ટકા વધી હતી. વાયદા બજારમાં આજે ચાંદીના ભાવ ગઈકાલના બંધ ભાવથી 0.02 ટકા ઘટી છે. ગઈકાલે એમસીએક્સ પર સોનાનો દર 0.27 ટકા અને ચાંદીના દર 0.07 ટકાના વધારા સાથે બંધ થયો હતો.ગુરુવારે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર રૂ. 55117 પ્રતિ 10 પર ઉપલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સોનાનો ભાવ રૂ. 55, 069 પર ખુલ્યો છે. એકવાર કિંમત 55,081 રૂપિયા પણ થઈ હતી. ગઈ કાલે સોનું રૂ.150ના ઉછાળા સાથે રૂ.55,048 પર બંધ થયું હતું.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ગઈકાલના બંધ ભાવથી આજે રૂ. 13 ઘટીને રૂ. 69,696 પ્રતિ કિલો પર આવી ગયો છે. ચાંદીનો ભાવ આજે રૂ. 69,758 પર ખુલ્યો હતો. ગઈ કાલે એક વખત કિંમત 69,770 રૂપિયા થઈ ગઈ હતી. ગઈકાલે એમસીએક્સ પર ચાંદીનો ભાવ રૂ. 47 વધીને રૂ. 69,689 પર બંધ થયો હતો. ગઈકાલે એક દિવસ પહેલા એટલે કે મંગળવારે ચાંદીના ભાવમાં 2,118 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધ્યું, ચાંદીમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોનાની હાજર કિંમત આજના બંધ ભાવની સરખામણીમાં 0.08 ટકા વધીને $1,818.71 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં, ચાંદીની કિંમત (સિલ્વર પ્રાઇસ) આજે 0.58 ટકા ઘટીને 24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. ગઈકાલે ચાંદીના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?

ભારતમાં સોના અને ચાંદીના ભાવ ડોલર સામે રૂપિયાના મૂલ્ય સહિત અનેક પરિબળો પર આધાર રાખે છે. વૈશ્વિક માંગની પણ સોનાના ભાવ પર અસર જોવા મળે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનામાં તાજેતરનો વધારો બેન્ક ઓફ જાપાન દ્વારા કરવામાં આવેલા આશ્ચર્યજનક પોલિસી ફેરફારને કારણે આવ્યો છે. બેન્ક ઓફ જાપાને જણાવ્યું હતું કે તે બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડમાં વધારો કરવાની મંજૂરી આપશે. જાપાનના આ પગલાને કારણે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે

administrator
R For You Admin