મનોરંજન

પઠાણ’ના વિવાદ બાદ શાહરૂખ-દીપિકાનું બીજું ગીત Jhoome Jo Pathaan રિલીઝ થયું

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. કિંગ ખાન જલ્દી જ કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. શાહરૂખ ખાન પઠાણ દ્વારા લાંબા સમય બાદ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. પઠાણની રિલીઝ પહેલા જ આ ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. આ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું. જેને લઈને મોટો વિવાદ સર્જાયો છે.

દિપીકા બોલ્ડ અવતારમાં જોવા મળી

હજુ પઠાણના પ્રથમ ગીતને લઈને સર્જાયેલા વિવાદો શાંત થયા નથી, ત્યાં ફિલ્મના મેકર્સે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનું બીજું ગીત, ઝુમે જો પઠાણ રિલીઝ કર્યું છે. જે રીતે ગીતના રિલિકસ છે તેવા જ ગીતના સ્ક્રીન પ્લે પણ છે. આ ગીતમાં પઠાણ એટલે કે, શાહરુખ ખાન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તો બેશરમ રંગ બાદ ફરી એક વખત દિપીકા બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ સાથે તાલ મેળાવી રહી છે. બંને તાલ સાથે ડાન્સ કરી રહ્યા છે

ગીતમાં જોઈ શકાય છે કે, શાહરુખ ખાનના ખુલ્લા વાળ, ખુલ્લી શર્ટ અને હોટ બોડી તેની ડોનની સ્ટાઈલ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. દિપીકા અને શાહરુખ ખાન આ ગીતમાં સુંદર લાગી રહ્યા છે. આ ગીતને શેર કરતા શાહરુખ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેપ્ટશનમાં લખ્યું કે. તુમને મોહબ્બત કરની હૈ,… હમને મોહબ્બત કરની હૈ,

ચાહકોએ શાહરુખ ખાન અને તેની સ્ટાઈલના વખાણ

જો કે આ ગીતને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેની તુલના સલમાન ખાનની ફિલ્મ ટાઈગરના ગીત બંજારા સાથે કરી રહ્યા છે. યુઝર્સનું માનવું છે કે, આ ગીત બિલકુલ બંજારા ગીત જેવું છે. આ સિવાય યુઝર્સનું એમ પણ કહેવું છે કે શાહરૂખની આ સ્ટાઇલ ડોનમાં જોવા મળી છે. સાથે જ કિંગ ખાનના ચાહકો તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી.

administrator
R For You Admin