મનોરંજન

ટોન્ટ માર્યો, મજાક ઉડાવી, પરંતુ – અભિષેકને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળતા અમિતાભે લખી મનની વાત

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચનના જોરદાર વખાણ કર્યા છે. અભિષેક બચ્ચનને ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં દસવી માટે ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મળવા પર પિતા અમિતાભ બચ્ચન ગર્વ અનુભવે છે. આ દરમિયાન તેને એ પણ જણાવ્યું કે કેવી રીતે અભિષેકની મજાક ઉડાવવામાં આવી હતી.

નવ્યા સહિત અનેક ફેન્સે કરી પ્રશંસા

અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતી પોસ્ટ પર ઘણા ફેન્સની સાથે સાથે અભિષેકની ભાણી નવ્યા નંદાએ પણ પ્રતિક્રિયા આપી. તેણે રેડ હાર્ટ ઈમોજી શેયર કર્યું. તેના સિવાય હિમેશ રેશમિયા અને નીના ગુપ્તા જેવા કલાકારોએ પણ અભિષેકને બેસ્ટ એક્ટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બેસ્ટ ફિલ્મ પણ બની દસવી

તુષાર જલોટાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દસવીને ફિલ્મફેર ઓટીટી એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે નિમત કૌર. યામી ગૌતમ, મનુ ઋષિ ચઢ્ઢા અને શિવકાંત પરિહાર જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ 7 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

કોને કયો એવોર્ડ મળ્યો?

તાપસી પન્નીને લૂપ લપેટા ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય બેસ્ટ સિરીઝ કેટેગરીમાં રોકેટ બોયઝ, બેસ્ટ સિરીઝ ક્રિટીક્સ કેટેગરીમાં તબ્બરને, બેસ્ટ એક્ટર સિરીઝ કેટેગરીમાં પવન મલ્હોત્રાને (તબ્બર માટે), બેસ્ટ એક્ટર ડ્રામા કેટેગરીમાં જિમ સર્ભને (રોકેટ બોયઝ માટે) અને બેસ્ટ એક્ટ્રેસ સિરીઝ ફીમેલ કેટેગરીમાં રવીના ટંડનને (અરન્યક માટે) એવોર્ડ આપવામાં આવ્યો હતો.

administrator
R For You Admin