દેશ-વિદેશ

સાઉદી અરેબિયાની શાળાઓમા અબાયા પર પ્રતિબંધ, હવેથી સ્કૂલ યૂનિફૉર્મમાં પરીક્ષા આપશે વિદ્યાર્થીનીઓે

સાઉદી અરેબિયા મુસ્લીમ બહુમતી ધરાવતો દેશ છે. જ્યા મુસ્લીમ ધર્મના રીતિ રિવાજો અનુસાર ત્યાના નિયમો ઘડવામા આવે છે. પરંતુ હાલમા જ સાઉદી અરેબિયામા એક મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જેમા સાઉદી અરેબિયામા મહિલાઓનો પારંપરિક પોષાક અબાયાને લઈને નિર્ણય લેવામા આવ્યો છે. હવેથી સાઉદી અરેબિયાની વિદ્યાર્થીનીઓેને અબાયા પહેરીને પરીક્ષા આપવા નહી મળે. અબાયા એક પ્રકારનો બુરખો છે. અબાયા પહેરવાથી મહિલાઓ અને છોકરીઓનુ આખુ શરીરને ઢાંકતો પોશાક છે. સાઉદી અરેબિયાની સાઉદી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇવોલ્યુશન કમિશન (ETEC) એ જાહેરાત કરી છે કે પરીક્ષા દરમિયાન છોકરીઓને પરીક્ષા હોલમાં અબાયા પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહી.

સાઉદી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇવોલ્યુશન કમિશન દ્વારા જાહેરાત કરવામા આવી છે કે સાઉદી અરેબિયાની કોઈ પણ વિદ્યાર્થીનીઓેને અબાયા પહેરીને પરીક્ષા આપવા નહી મળે. પરીક્ષા આપવા માટે બનાવેલ તમામ નિયમોનુ પાલન ફરજીયાત પણે કરવાનુ રહેશે. આ વિદ્યાર્થીનીઓેને અબાયાની જગ્યાએ સરકારના નિયમો દ્વારા બનાવામા આવેલ સ્કૂલ યૂનિફૉર્મ ફરજીયાત પહેરવાનુ રહેશે. આ સ્કૂલ યૂનિફૉર્મ તેમની પારંપરિક પોશાકની મર્યાદાને ધ્યાનમા રાખીને બનાવવામા આવશે.સાઉદી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇવોલ્યુશન કમિશન સાઉદી અરેબિયાની સરકારી સંસ્થા છે. જે દેશની શિક્ષણ અને તાલીમ પ્રણાલીનુ આયોજન કરવા માટે જવાબદાર છે. આ સંસ્થા તેના તમામ અહેવાલો સીધા વડાપ્રધાનને આપે છે.

પ્રિન્સ સલમાને કેટલાક સામાજીક બદલાવને મંજૂરી આપી

2017મા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો રાજ્ય અભિષેક કરવામા આવ્યો હતો. સાઉદ અરેબિયાના પ્રિન્સ બન્યા પછી તેમણે કેટલાક સારા નિર્ણયો લીધા હતા, જેમા એક શાહી નિર્ણય એ પણ હતો કે, જૂન 2018થી સાઉદ અરેબિયાની મહિલાઓ કાર ચલાવી શકશે અને તેઓ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મેળવી શકશે.

માર્ચ 2018મા કાયદા મંત્રી દ્વારા જાહેર કરવામા આવ્યુ હતુ કે, મહિલાઓએ તલાક લીધા પછી તરત જ મહિલા તેના બાળકોની કસ્ટડી લઈ શકશે.

હવેથી સાઉદ અરેબિયામા મહિલાઓને સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે, સાથે જ 21 વર્ષથી વયની ઉમર ધરાવતી મહિલાઓને એકલા મુસાફરી કરવાની છૂટ આપવામા આવી છે.

administrator
R For You Admin