રમત ગમત

કેવા ખેલાડીની શોધમાં છે બેંગ્લોરની ટીમ? જાણો બેંગ્લોરની ઓક્શન સ્ટ્રેટજી

કેપ્ટન ડુ પ્લેસિસ અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ પોતાની ટીમને મજબૂત બનાવવા પર ધ્યાન આપશે. આ ટીમ એક પણ વાર ચેમ્પિયન બની નથી. આ ટીમમાં દિનેશ કાર્તિક અને મોહમ્મદ સિરાજ જેવા અન્ય મેચ-વિનર તેમજ શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરંગા પણ છે. બેંગ્લોરની ટીમમાં ફિન એલન અને રજત પાટીદાર પણ છે. બેંગ્લોરની ટીમ વધારેમાં વધારે મેચ વિનર ખેલાડીઓની પસંદગી કરવા પણ ધ્યાન કેન્દ્રીત કરશે.વિરાટ કોહલી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શકે તેવા ખેલાડીઓને પોતાનું માર્ગદર્શન આપી રહ્યો છે. વિરાટ કોહલી અને બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બનાવી શકે તેવા ખેલાડીઓની શોધમાં હશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રીટેઈન ખેલાડીઓ :

ફાફ ડુ પ્લેસિસ , વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ અને આકાશ દીપ

 

કેટલું બજેટ બાકી- 8.75 કરોડ

આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

આઈપીએલ 2023 ઓક્શન

હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 87 ખેલાડીઓને આઈપીએલની ટીમમાં સ્થાન મળશે, જેમાંથી 30 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.

405 ખેલાડીઓમાંથી  273 ખેલાડીઓ ભારતીય છે અને 132 ખેલાડીઓ વિદેશીઓ હશે.

ઓક્શનમાં સામેલ 273માંથી સૌથી વધારે ખેલાડી જમ્મુ અને કશ્મીરમાંથી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડી નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી છે.

સૌથી વધારે જગ્યા હૈદરાબાદની ટીમમાં ખાલી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડીઓની જગ્યા દિલ્હીની ટીમમાં બચી છે. સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે અને સૌથી ઓછું કોલકત્તાની ટીમ પાસે બચ્યા છે. આ વર્ષે દરેક ટીમના બજેટમાં 5 કરોડ વધારવામાં આવ્યા છે. દરેક ટીમ 95 કરોડ સુધીનું બજેટ રાખી શકે છે. જેમાંથી તેઓ 75 ટકા પૈસા જ ઓક્શનમાં ઉપયોગમાં લઈ શકે છે.

administrator
R For You Admin