રમત ગમત

રાજકોટમાં લગ્નના સાત મહિના બાદ જ પતિના કાળા કારસ્તાનથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા તેના દમદાર અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં પડદા પર આવા ઘણા પાત્રો ભજવ્યા છે, નીના ગુપ્તાએ પોતાના અભિનયથી લોકોના મનમાં પોતાની છાપ છોડી છે. પાત્ર ગમે તે હોય, અભિનેત્રી દરેક વખતે તન તોડ મહેનત કરે છે. જેના કારણે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

એવોર્ડ લેતી વખતે અભિનેત્રી મૂંઝવણમાં પડી

નીના ગુપ્તા તેના કામ અને અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેત્રીની પુત્રી મસાબાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીના ગુપ્તાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો તાજેતરમાં જ એક એવોર્ડ શોનો છે. જ્યાં નીના ગુપ્તા સફેદ રંગની સાડી પહેરીને પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એવોર્ડ લેતી વખતે અભિનેત્રી મૂંઝવણમાં પડી ગઈ હતી.

આ એવોર્ડ પંચાયત 2 માટે આપવામાં આવ્યો

તેણીની મૂંઝવણ પર તમામ લોકોની સાથે તે ખૂબ હસતી પણ જોવા મળી હતી. એવોર્ડ મેળવતી વખતે, નીના ગુપ્તા મૂંઝવણમાં હતી કે તેને કઈ સિરીઝમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. અભિનેત્રીએ એવોર્ડ લઈને પોતાની સ્પીચની શરૂઆત કરી હતી, તેની વાતમાં અભિનેત્રી મસાબાનો ઉલ્લેખ કરી રહી હતી. ત્યારે જ સામે બેઠેલા એક વ્યક્તિએ તેને યાદ કરાવ્યું કે તેને આ એવોર્ડ પંચાયત 2 માટે આપવામાં આવ્યો છે. આ વિડીયો ખુબ જ રમુજી છે.

આ વીડિયોને શેર કરતાં મસાબાએ લખ્યું છે કે, સ્ટેજ પર અને બહાર શ્રેષ્ઠ જીવન જીવતી મારી મા આ વીડિયોનો આનંદ માણો, પંચાયતની જીત માટે ટીમને અભિનંદન.

પંચાયત સિઝન 2 નો ડંકો વાગ્યો

ફિલ્મફેર ઓટીટીની સૌથી લોકપ્રિય સિરીઝઓમાંની એક, પંચાયત સીઝન 2 ને પણ ઘણા પુરસ્કારો મળ્યા. નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર અને રઘુવીર યાદવને પંચાયત સીઝન 2 માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ એક્ટરનો એવોર્ડ મળ્યો છે જ્યારે રઘુવીર યાદવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિરીઝ માટે જિતેન્દ્ર કુમારને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ મેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

administrator
R For You Admin