તાજા સમાચાર

હવે કોરોનાનો ટેસ્ટ કરાવ્યા પછી જ મળશે તાજ મહેલમા પ્રવેશ

ચીનમા અને ભારતમા પણ કોવિડના વધતા જ કેસના કારણે સરકારમા ચિંતાજનક સ્થિતિ બની છે. કોરોનાના નવા વેરિયેન્ટને ધ્યાનમા લેતા સરકારે તાજ મહેલને લઈને મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગે તાજ મહેલના સહેલાણીઓ માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમા કોરોનાને ધ્યાન રાખવામા આવે અને તેનુ સંક્રમણ ન થાય તેનુ ધ્યાન રાખવા માટેની કેટલીક એડવાઈઝરી જાહેર કરી છે.

એએનઆઈના સમાચાર અનુસાર, દેશના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે કે જે લોકોને તાજમહેલની મુલાકાત લેવી હશે તે લોકોને ફરજિયાત પણે કોરોનાનો ટેસ્ટ કરાવો પડશે. જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ તે લોકો તાજ મહેલની મુલાકાત લઈ શકશે. આગ્રાના આરોગ્ય વિભાગના જિલ્લા માહિતી અધિકારીકારી અનિલ સત્સંગીએ જણાવ્યું કે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમા રાખતા તાજ મહેલની મુલાકાત લેનાર બધા જ વ્યક્તિઓને કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. કોરોનાનુ ટેસ્ટિંગ આ પહેલા માત્ર વિદેશી પ્રવાસીઓ માટે જ ફરજિયાત હતું. પરંતુ કોરોનાના વધતા જતા કેસો ધ્યાનમા રાખીને હવેથી ભારતના લોકો માટે પણ કોરોના ટેસ્ટનું સર્ટિફીકેટ ફરજીયાત કરવામા આવ્યુ છે. આ અગાઉ પણ કોરોનાની અન્ય લહેરના સમયગાળામા પણ તાજ મહેલની મુલાકાત માટે કોરોનાનુ ટેસ્ટીંગ અને વેક્સિન સર્ટીફિકેટને ફરજીયાત કરવામા આવ્યુ હતું જેના કારણે કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે.

આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક જાહેરાત કરવામા આવી છે કોરોના સંક્રમણને રોકવા માટે તકેદારી વધારવી ખૂબ જ આવશ્યક છે. આરોગ્ય વિભાગ ચીન, જાપાન, બ્રાઝિલ, અમેરિકાના પ્રવાસીઓ તેમજ આ દેશોમાંથી પરત ફરતા લોકોને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામા આવશે અને તેમના પર નજર રાખવામા આવશે. જે લોકોને શરદી, ઉધરસ તેમજ કોરોનાના લક્ષણો અંગે તપાસ કરવામાં આવશે. હોટલ સંચાલકોને પણ ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જે લોકોને શરદી, ઉધરસ અને તાવના દર્દી હોય તેવા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

administrator
R For You Admin