દેશ-વિદેશ

દેશની પહેલી મહિલા મુસ્લિમ ફાઈટર-પાયલોટ બની શકે છે સાનિયા, પરીક્ષામાં મેળવ્યો 149મો રેન્ક

યુપીના મિર્ઝાપુરની રહેવાસી સાનિયા મિર્ઝા દેશની પહેલી મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ બની શકે છે. સાનિયાએ એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં 149મો રેન્ક મેળવ્યો છે. જો તે ફાઈટર પાઈલટ બનશે તો તે યુપીની પહેલી મહિલા ફાઈટર પાઈલટ પણ બનશે. સાનિયા 27મી ડિસેમ્બરે પુણેમાં પોતાની ટ્રેનિંગ શરૂ કરીને પોતાનું સપનું સાકાર કરવા જઈ રહી છે.

સાનિયાએ પરીક્ષામાં મેળવ્યો 149મો રેન્ક

સાનિયા મિર્ઝાપુરથી લગભગ 10 કિલોમીટર દૂર જસોવર ગામની છે. ગામની શાળામાંથી જ 10મું ધોરણ ભણી. 12મું ધોરણ મિર્ઝાપુર આવીને હિન્દી મીડિયમમાં અભ્યાસ કર્યો. સાનિયાના પિતા શાહિદ અલી ટીવી મિકેનિક છે. ગામના ઘરે તેમની દુકાન છે. એનડીએનું પરિણામ આવતાની સાથે જ સાનિયા દેશભરમાં ચર્ચામાં આવી ગઈ છે. એનડીએ પરીક્ષામાં 149મો રેન્ક મેળવ્યો છે.

બીજા પ્રયાસમાં થયું સિલેક્શન

પરંતુ એરફોર્સે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે સાનિયાની એનડીએમાં સિલેક્શન કરવામાં આવ્યું છે. આમાં સાનિયાએ ફાઈટર પાઈલટની સ્ટ્રીમ પસંદ કરી છે. તે ફાઈટર પાઈલટ બનશે કે નહીં તે તેની ટ્રેનિંગ દરમિયાન અનેક પરીક્ષાઓમાં તેની સફળતા પર નિર્ભર છે. એરફોર્સમાં ફાઈટર પાઈલટ તરીકે કમિશન મેળવવા માટે 4 વર્ષનો સમય લાગે છે. એનડીએમાં આ મારો બીજો પ્રયાસ હતો. હું પહેલી વખત પસંદ ન થઈ શકી. જ્યારે હું સિલેક્ટ ન થઈ, ત્યારે હું થોડી દુ:ખી થઈ ગઈ પણ નારાજ ન થઈ, પરંતુ મેં નવી શરૂઆત કરી અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું. બીજા પ્રયાસમાં મારું સિલેક્શન થયું.

દેશની પહેલી મહિલા પાયલોટ અવનીથી ઈન્સ્પાયર છે સાનિયા

એનડીએમાં સિલેક્શન બાદ સાનિયા ખૂબ જ ખુશ છે. સાનિયા મીડિયા સાથે વાત કરતા કહે છે, તે દેશની પહેલી મહિલા ફાઈટર પાઈલટ અવની ચતુર્વેદીનો ઈન્ટરવ્યુ વાંચ્યો હતો. ત્યારથી જ મને ફાઈટર પાઈલટ બનવાની ઈચ્છા હતી. NDA-2022ની પરીક્ષામાં પુરૂષ અને મહિલા સહિત કુલ 400 બેઠકો હતી. જેમાં 19 સીટો મહિલાઓ માટે હતી જેમાં 2 સીટો ફાઈટર પાઈલટ સ્ટ્રીમ માટે રિઝર્વ હતી. આ બેમાંથી એક સીટ પર સાનિયા મિર્ઝાએ કબજો કર્યો છે.

administrator
R For You Admin