મનોરંજન

વડોદરા પહોંચીને કાર્તિક આર્યને શેયર કરી ગુજરાતી થાળીની એક ઝલક, ફેન્સે પૂછ્યું બીજી થાળી કોના માટે?

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલ લોકપ્રિયતાની શિખર પર છે. એક્ટર કાર્તિક આર્યનની બેક ટુ બેક ફિલ્મો હિટ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના કરોડો ફેન્સ છે. હાલમાં કાર્તિક આર્યન પોતાની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક આર્યન હાલમાં ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતના વડોદરામાં છે. જ્યાં તે ગુજરાતી કલ્ચરને એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. એક્ટરે તેના રાત્રિભોજનની એક ઝલક શેયર કરી છે.

ગુજરાતી થાળી જોઈને ડરી ગયો કાર્તિક

કાર્તિક આર્યન ગુજરાતના વડોદરા શહેરમાં છે, જ્યાંથી તેને તેના ડિનર ટેબલની એક તસવીર શેયર કરી છે. કાર્તિકે આ ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તસવીરમાં એક્ટર ટેબલ પર મૂકેલી બે ગુજરાતી થાળી તરફ ઈશારો કરતો જોવા મળે છે, જે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલી છે. પ્લેટનું કદ એટલું વિશાળ છે કે એક્ટર પોતે પણ તેને હાથ લગાવવાથી ડરે છે કારણ કે કાર્તિકે પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “હાથ નહી લગા રહા, સિર્ફ દેખ રહા હૂં.”

પોસ્ટ પર ફેન્સે કર્યા ફની કોમેન્ટ

કાર્તિક આર્યનની પોસ્ટમાં બે લોકો માટે ટેબલ પર ગુજરાતી થાળી જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં પૂલનો સુંદર નજારો જોવા મળે છે. એક્ટરની આ તસવીર પર ઘણા ફેન્સે કોમેન્ટ કરી છે. કેટલાકે તો પૂછ્યું કે આ બીજી થાળી કોના માટે છે. અન્ય ફેન્સે કોમેન્ટ કરતાં કહ્યું, એક પ્લેટ તમારા માટે છે, બીજી કોના માટે છે. અન્ય એક ફેને કહ્યું, હે ભગવાન, આ સ્વર્ગ જેવું લાગે છે, આ ગુજરાતી થાળી છે.

અગાઉ કાર્તિક આર્યન અમદાવાદમાં મળ્યો હતો જોવા

એક્ટર કાર્તિક આર્યન અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગ દરમિયાન અમદાવાદના રસ્તા પર જોવા મળ્યો હતો. તેમને રસ્તા પર જોતા જ કાર્તિકના અમદાવાદી ફેન્સે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. કાર્તિક આર્યને આ ઘટનાનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો.

કાર્તિકની અપકમિંગ ફિલ્મ

કાર્તિક આર્યનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની લેટેસ્ટ ફિલ્મ ફ્રેડી ડિઝની પ્લસ હોટસ્ટાર પર 2 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ સિવાય તેની પાસે એક સાઉથની ફિલ્મ શહેજાદાની રિમેક છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. આ સિવાય તે કિયારા અડવાણી સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળશે, આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

administrator
R For You Admin