મનોરંજન

રોહિત શેટ્ટી અને રણવીર સિંહે ફરી એકવાર મચાવી ધમાલ, વાંચો મૂવી રિવ્યૂ

કાસ્ટ : રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે

ડાયરેક્ટર : રોહિત શેટ્ટી

રેટિંગ : 3 સ્ટાર

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ સર્કસ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. રણવીરની ફિલ્મ ‘સર્કસ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની રિલીઝ પહેલા બોક્સ ઓફિસ પર સર્કસની 28 હજાર ટિકિટો વેચાઈ હતી. એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મ પહેલાથી જ 1 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. પરંતુ આજે એટલે કે 23 ડિસેમ્બરે આ ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે.

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં એક્ટર રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. આ મજેદાર ફિલ્મમાં રણવીરની સાથે પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ પણ જોવા મળશે. આ કલાકારો સાથે, ઘણા ફેમસ ફેસ પણ જે હંમેશા રોહિત શેટ્ટીની ફિલ્મોમાં જોવા મળે છે તેમને પણ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે.

શું છે ફિલ્મની સ્ટોરી

સર્કસની સ્ટોરી શેક્સપિયરના પુસ્તક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે. 60ના દાયકામાં બનેલી આ ફિલ્મની સ્ટોરી માલિક અને નોકરના જુડવા પાત્રોની આસપાસ ફરે છે. આ સાથે દીપિકા પાદુકોણના કરંટ લગા આઈટમ સોંગે ફિલ્મમાં ધૂમ મચાવી છે. આ સિવાય રોહિત શેટ્ટીની અન્ય ફિલ્મોની જેમ સર્કસમાં પણ ઘણી કોમેડી છે.

કલાકારોની એક્ટિંગ

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો પણ રોહિતે દર્શકોને નિરાશ કર્યા નથી. આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન સિવાય જોની લીવર અને વરુણ શર્મા જેવા એક્ટર પણ કોમેડીનો ડબલ ડોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી અને રણવીરનું બોક્સ ઓફિસ પર ડેડલી કોમ્બિનેશન બનાવી શકે છે.

ફર્સ્ટ હાફ છે ખૂબ જ ફની

રોહિત શેટ્ટીની ‘સર્કસ’ હસાવે છે પરંતુ તેની ફિલ્મો એટલે કે ગોલમાલ, સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી જેવો રિસ્પોન્સ સર્કસ ફિલ્મને મેળવવો મુશ્કેલ હોઈ શકે છે. આ ફિલ્મોની તુલનામાં સર્કસ ઘણી પાછળ લાગે છે. પરંતુ ફિલ્મના ફર્સ્ટ હાફની કોમેડી અને શાનદાર પંચલાઈન દર્શકોનું ઘણું મનોરંજન કરી શકે છે. દીપિકા અને અજયની એન્ટ્રી અને ગોલમાલ 5ની હિન્ટ જેવા ઘણા ટ્વિસ્ટ દર્શકો માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવે છે.

શા માટે જોવી જોઈએ ફિલ્મ

જો તમે થિયેટરમાં જઈને તમારી પરેશાનીઓને થોડા સમય માટે દૂર રાખીને પોતાને હસાવવા માંગો છો, તો આ ફિલ્મ તમારા માટે છે.

administrator
R For You Admin