મનોરંજન

અર્જુન કપૂર અને તબ્બૂમાં જોવા મળી ટશન, રિલીઝ થયું કુત્તે ફિલ્મનું પહેલું ગીત

અર્જુન કપૂરની ફિલ્મ કુત્તેનું પહેલું ગીત ” આવારા ડોગ્સ ” રિલીઝ થઈ ગયું છે અને આ ગીત મ્યૂઝિક કંપોઝર વિશાલ ભારદ્વાજના શાનદાર સુપરહિટ ગીતોની લિસ્ટમાંથી એક ધમાકેદાર ચાર્ટબસ્ટર બનવા જઈ રહી છે. તેની ડાર્ક, ડર્ટી અને ભયાનક દુનિયા આવરા કૂતરાઓને વધુ ખતરનાક બનાવે છે, જેમાં અર્જુન કપૂર, તબ્બુ, રાધિકા મદાન અને શાર્દુલ ભારદ્વાજ જોવા મળે છે. પરંતુ ફેન્સને આ ગીતમાં અર્જુન કપૂર અને તબ્બુ વચ્ચેની ટશન ખૂબ જ પસંદ આવી રહી છે.

ગુલઝારના શબ્દોની સાથે, ગીતના શબ્દ પરફેક્ટ રીતે ફિલ્મ અને તેના પાત્રોનું સંપૂર્ણ રીતે વર્ણન કરે છે. ગુલઝારે હંમેશા વિશાલ ભારદ્વાજના મ્યૂઝિક માટે કેટલાક અદ્ભુત ગીતો લખ્યા છે. તેમની કેમિસ્ટ્રીએ કેટલાક શાનદાર ગીતો બનાવ્યા છે જે ચાર્ટબસ્ટર રહ્યા છે અને હજુ પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવે છે. આવામાં હવે તમામની નજર ફિલ્મના બીજા અન્ય ગીતો પર છે.

ડોગ્સ પર બનાવવામાં આવ્યું છે આ ગીત

આ ગીતને વિશાલ ભારદ્વાજ અને દેબરપિતો સાહા દ્વારા કોરસ સાથે વિશાલ દદલાનીના દમદાર અવાજમાં ગવાયું છે. આવારા ડોગ્સ હવે લોકો પર પોતાનો જાદુ ચલાવા માટે તૈયાર છે. વિજય ગાંગુલીની કોરિયોગ્રાફીએ ગીતમાં ચાર ચાંદ લગાવ્યા છે, જે ડાર્ક મૂડ અને ફન સ્ટેપ્સની સાથે કોન્ટ્રાસ્ટમાં કામ કરી રહ્યો છે.

વિશાલ ભારદ્વાજ છે ફિલ્મના પ્રોડ્યુસર

લવ ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સના બેનર હેઠળ લવ રંજન, વિશાલ ભારદ્વાજ, અંકુર ગર્ગ અને રેખા ભારદ્વાજ દ્વારા નિર્મિત કુત્તે ગુલશન કુમાર અને ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજ આપશે અને તેના ગીતો ગુલઝારે લખ્યા છે.

administrator
R For You Admin