મનોરંજન

તુનિષા શર્માનું મોત કેવી રીતે થયું ? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો

ટીવી અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યાના સમાચાર દેશભરમાં ફેલાયા છે. શૂટિંગ સેટ પર અભિનેત્રીના આત્મહત્યાની ઘટના સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, તુનિષા કામને લઈને ડિપ્રેશનમાં હતી. તેના આત્મહત્યા પાછળ જવાબદાર તેના કો-સ્ટાર શિઝાનને માનવામાં આવી રહ્યું છે અને તેની પુછપરછ ચાલુ છે. આ મામલે હાલના અપટેડ સામે આવી રહ્યા છે.

તુનિષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું

મુંબઈ પોલીસના સૂત્રોની પ્રાથમિક માહિતી અનુસાર પોસ્ટમોર્ટમમાં એવું સામે આવ્યું છે કે તુનિષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું છે. viscera preserve રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શું કારણ હતુ,તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જે લોકો સાથે વાત કરી હતી તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે.

ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી

વાલીવ પોલીસ મુજબ શિઝાનની કોર્ટમાં રિમાન્ડની માગ કરવામાં આવી છે કારણ કે, શિઝાન હજુ પણ પુછપરછ માટે સહયોગ કરી રહ્યો નથી. ઝગડાનું કારણ પુછવામાં આવતા તેનું નિવેદન પલટાવી રહ્યો છે. આ મામલે ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. અને એ સવાલો થઈ રહ્યા છે કે, આખરે એવી શું મજબુરી હતી કે, આટલી નાની વયે તુનિષાએ આત્મહત્યા કરવી પડી.

ટેલિવિઝનની એક્ટ્રેસ તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંમરે ગઈકાલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તુનિષા શર્માના આત્મહત્યાના મામલે તમામ અપડેટ મીડિયા સાથે શેર કરી છે. પોલીસે કહ્યું છે કે “સિરિયલ ‘અલી બાબા – દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલ ​​24 ડિસેમ્બરની સાંજે તેના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી.

શિઝાનને તુનિષા સાથે પ્રેમ સંબંધ હતો

તુનિષા શર્માની માતાએ કહ્યું હતું કે શિઝાનને તુનિષા સાથે પ્રેમ સંબંધ હતો. શિઝાને તુનીષા શર્માની સાથે સંબંધ તોડ્યા બાદ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી, તુનિષા શર્માની માતાની ફરિયાદના આધારે શીઝાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.” પોલીસે શિઝાન ખાનની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર પર ઘણી એક્ટિવ રહેતી હતી અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેયર કરતી રહેતી હતી.

administrator
R For You Admin