રમત ગમત

ઢાકામાં કેવી રીતે હારના સંકટ સામે ટીમ ઈન્ડિયાએ મેળવી જીત, જાણો 4 કારણો

રોમાંચક સ્થિતીમાં ભારતીય ટીમે મીરપુર ટેસ્ટ ને પોતાના નામે કરી હતી. આ પહેલા ભારતીય ઈનીંગની શરુઆતથી જ હારનુ સંકટ તોળાવા લાગ્યુ હતુ. ચોથા દિવસની રમતની શરુઆત થઈ એ દરમિયાન પણ એક બાદ એક વિકેટો ગુમાવવાનો સિલિસિલો આગળ વધતા જ ટીમ ઈન્ડિયા પર સંટ વધુ ઘેરુ બન્યુ હતુ. પરંતુ ફરી એકવાર રવિચંદ્રન અશ્વિને પોતાની અનુભવ આધારે શાનદાર રમત મુશ્કેલ સમયમાં બતાવીને ટીમને જીત તરફ દોરી ગયો હતો. શ્રેયસ અય્યરે પણ તેમાં સારો સાથ નિભાવ્યો હતો. આ પહેલા અક્ષર પટેલે પણ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.

ક્રિસમસ પર ટીમ ઈન્ડિયા માટે મોટી ગિફ્ટથી કમ નથી ઢાકામાં વિજય. કારણ કે હારી બાજીને જીતી બતાવવા રુપ કામ અશ્વિન અને અય્યરે કરી દેખાડ્યુ છે. આ સાથે જ ભારતે 2-0 થી ટેસ્ટ શ્રેણી પર કબ્જો કર્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ અને ઋષભ પંત નિષ્ફળ રહ્યા હતા. જેને લઈ મેચ ભારતના હાથમાંથી શરુઆતથી જ સરકી ગઈ હતી. પરંતું અશ્વિન-અય્યરની જોડીએ કમાલ કરી દેખાડ્યો હતો. ભારતની જીત માટેના આ ચાર કારણો છે.

1.  અશ્વિન-અય્યરની 71 રનની ભાગીદારી

આ જોડીએ જ ભારતની જીતની કહાની લખી છે. આ જોડીએ જીત શાનદાર વિજય અપવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ પહેલા ભારતે 74 રનનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. અશ્વિન અને અય્યરે મક્કમતા પૂર્વક મુશ્કેલ સમયને પસાર કરવાની શરુઆત કરી. બાંગ્લાદેશના જીતના આત્મવિશ્વાસને ભાંગવાનુ કામ કરતા ધીરે ધીરે બંનેએ રમતને આગળ વધારી ભારતનો સ્કોર પહેલા 100 ને પાર અને બાદમાં 125 ને પાર કર્યો. આ સાથે જ ભારત જીતના માર્ગ પર આવવા લાગ્યુ અને રોમાંચક મેચમાં ભારતે ફરી બાજી પોતાના હાથમાં સંભાળી હતી.

2. અય્યરની પ્રથમ ઈનીંગમાં શાનદાર બેટીંગ

બીજી ઈનીંગમાં લક્ષ્ય સુધી પહોંચવામાં મહત્વનો રોલ અય્યરે નિભાવ્યો હતો. આ પહેલા તેણે પ્રથમ ઈનીંગમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 87 રન નોંધાવ્યા હતા. પ્રથમ ઈનીંગમાં પંત સાથે મળીને 159 રનની ભાગીદારી રમત રમી હતી. આ પંત અને અય્યરની જોડી સિવાય કોઈ જ મોટી ભાગીદારી નહોતી નોંધાઈ શકી કે 35 કે તેથી વધુ રનની હોય. આમ ભારતને પ્રથમ ઈનીંગના અંતે 87 રનની લીડ મેળવવામાં સફળતા મળી હતી. પંતે 93 રન પ્રથમ ઈનીંગમાં નોંધાવ્યા હતા.

3. અક્ષર પટેલ ઝળક્યો

આ ખેલાડીએ બેટ અને બોલ બંને રીતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઢાકામાં તેણે બાંગ્લાદેશને પરેશાન કરવા માટે હરસંભવ પ્રયાસ કર્યો હતો. ટાર્ગેટનો પિછો કરતા તેણે નાઈટ વોચમેનની ભૂમિકામાં 34 રનની ઈનીંગ રમી હતી. જે મહત્વનુ યોગદાન મુશ્કેલ સમયમાં હતુ. આ ઉપરાંત તેણે બીજી ઈનીંગમાં 3 વિકેટ ઝડપી હતી.

4. અશ્વિન રહ્યો ઢાકાનો હિરો

પહેલા બોલની તેણે બંને ઈનીંગમાં મળીને 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનીંગમાં તેણે 4 વિકેટ ઝડપીને યજમાન ટીમની રમતને મુશ્કેલ કરી દીધી હતી. ત્યાર બાદ બીજી ઈનીંગમાં અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. બેટથી પણ અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેની રમતે તે હિરો હોવાનુ કહેવા માટે સૌને મજબૂર કરી દીધા હતા. 62 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 42 રનની ઈનીંગ અશ્વિને રમીને ટીમને અણનમ રહી જીત અપાવી હતી. મેચને હારના માર્ગેથી જીતમાં ફેરવવાને લઈ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

administrator
R For You Admin