ગુજરાત

રજાઓમાં સોમનાથ, દીવ, ડાંગ સહિત દ્વારકામાં પ્રવાસીઓનો મહેરામણ ઉમટ્યો

કોરોનાની દહેશત વચ્ચે પણ નાતાલની રજાઓમાં સોમનાથ, દીવ , દ્વારકા સહિતના પ્રવાસન સ્થળો હાઉસફુલ જોવા મળ્યા હતા. લોકો નાતાલ તેમજ નવા વર્ષની રજાઓમાં દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્રારા તમામ સાવચેતીનાં પગલાઓ લેવામાં આવ્યાં છે. જોકે સોમનાથમાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની સુવિધા સચવાઈ રહે. પ્રવાસીઓએ સોમનાથના દર્શન કરીને પ્રાર્થની કરી હતી કે આ મહામારી વકરે નહીં.

નાતાલ ની રજાઓ માં 25 ડીસેમ્બર થી જ સૌરાષ્ટ્ર ના વિવિધ પ્રવાસન ધામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા  છે. જેમાં સોમનાથ દ્રારકા સાસણ દીવ સહીતના  સ્થાનો  ઉપર પ્રવાસીઓ  મનગમતા સ્થાનોમાં  ઊમટી રહ્યા છે. તેથી સોમનાથ  ટ્રસ્ટ સંચાલિત સાગરદર્શન, લીલાવતી, મહેશ્વરી સહીતના અતિથી ગૃહો ભરચક્ક જોવા મળ્તોયા હતા. હાલમાં  ખાનગી હોટેલો પણ ફુલ છે. સોમનાથમાં તા.25 ડીસેમ્બર બાદ તમામ અતિથી ગૃહોમાં બુકીંગ ફુલ થયા હતાં ત્યારે ખાનગી હોટેલોમાં પણ ભારે ટ્રાફીક જોવા મળે છે. તો બીજી તરફ રાજ્યભરમાં કોરોના અને ઓમિક્રોન ના દર્દીઓની સંખ્યા વધી રહી હોય ત્યારે મંદીરમાં જતા ભાવિકોને સેનેટાઈઝ ટેમ્પરેચર ચેકીંગ સાથે માસ્ક પહેરવા ડીસ્ટન્સ જાળવવા માઈક  સુરક્ષા વિભાગ દ્રારા સૂચિત કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ  અમરેલી, તુલસી શ્યામ,  દ્વારકા ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા.

પ્રવાસીઓ પર આર્થિક રીતે નિર્ભર રહેતી દ્વારકા નગરી ફરી યાત્રિકોની ભીડ થી ધમધમી છે વેપાર ધંધામાં તેજી આવી છે યાત્રિકોની ભીડ થવાંથી નાના મોટા તમામ વેપાર ધંધામાં હાલ ખુબ તેજી આવી છે દ્વારકાના આસપાસના તમામ પ્રવાસન સ્થળો પર યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે દ્વારકાધીશ મંદિરના છપ્પ્ન સીડી તેમજ મોક્ષ દ્વારે પણ લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળી રહ્યા છે

હાલ એક તરફ કોરોનાંના નવા વેરીએન્ટ દસ્તક દીધી છે ત્યારે બીજી તરફ યાત્રિકોની વધતી ભીડ તંત્રની ચિંતા પણ વધારી શકે છે આવી ભીડ વચ્ચે કોવીડ નિયમો નું પાલન કરાવવુ અશક્ય છે આટલી ભીડ વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જાળવવા પણ મુશ્કેલ છે આ ખતરા વચ્ચે યાત્રિકો જાણે અજાણ બની એક દમ બિન્દાસ વેકેશનનો આનંદ માણી રહ્યા છે તો બીજી તરફ પોલીસ પ્રસાસન અહીં ભીડ વધતા સતર્ક બની કામ કરતુ થયું છે સુરક્ષા વધારી દેવાઈ છે અને યાત્રિકોની સુરક્ષા સલામતી ને ધ્યાને લઇ કાળજી લેવાઈ રહી છે સાથે ચોરી ના બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે સાથે કેમેરા થી બાજ નજર પણ રાખવામાં આવી રહી છે

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને સાપુતારામાં  પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા

પાંચ દિવસના ક્રિસમસ વેકેશન અને તેમાં પણ શનિ રવિની રજા આવી જતા પ્રવાસન શોખીન લોકો પરિવાર સાથે ફરવા નીકળી પડતા હોય છે, જેમાં રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા વિવિધ એડવેન્ચર એક્ટિવિટી ને કારણે સૌકોઈને માટે પ્રથમ પસંદગી વાળું સ્થળ બન્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ આ હિલ સ્ટેશન ઉપર ઠંડી ની મોસમમાં આહલાદક વાતવરણ વચ્ચે પરિવાર સાથે લોકો ઉમટી પડ્યા હતા. અને બોટિંગ પેરાગલાઈડિંગ ની મજા સાથે ખરીદી નો આનંદ માણતાં જોવા મળ્યા હતા. પ્રવાસીઓ ની ભીડ જોતા સ્થાનિક હોટેલ વાળા અને નાના ફેરિયાઓની પણ સારી આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસ ને કારણે દિવસેને દિવસે સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

administrator
R For You Admin