ગુજરાત

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય જીટોડીયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

ગુજરાતમાં આણંદમાં નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આણંદ અને તેની આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તીજનો ઉપસ્થિત રહ્યા હતા. ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરતા ફાધર સુધીરે જણાવ્યું હતું કે આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુનો જન્મ થયો હતો પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારો અને એકબીજાને માન આપીને સંપથી રહેવા એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો.

નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી

આજના દિવસે સૌ ખ્રિસ્તજનો એકબીજાને હેપ્પી ક્રિસ્મસ મેરી ક્રિસ્મસ ની શુભકામના પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ ઈસુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છા પાઠવી અને પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ કામ ધંધો કરીએ છીએ રહીએ છીએ ત્યાં પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌની સાથે મળી સંપીને રહીએ અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તજનો એ પણ ખાસ પ્રાર્થના કરી હતી. આજે પ્રાયશ્ચિત પણ કરવામાં આવ્યું હતું ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈ-ચારાથી રહેવાની અપીલ પણ કરી હતી.

ફાધર એડવિને એ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે પ્રભુ ઈસુના જન્મના દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે. ફાધર અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલની શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે ફાધર્સ, સિસ્ટરો અને મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા.

administrator
R For You Admin