દેશ-વિદેશ

શિયાળામાં વિદેશી પક્ષીઓનું સૌરાષ્ટ્રમાં આગમન, ઓસ્ટ્રેલીયન બર્ડ સીગલ બન્યા જામનગરના મહેમાન

જામનગરમાં શહેરની મધ્યમાં લાખોટા તળાવ આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનનવામાં આવે છે. શિયાળાની શરૂઆતથી હજારોની સંખ્યામાં અનેક વિવિધ પક્ષીઓ અહીંના મહેમાન બને છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયા તથા સાઉદી અરેબિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. તળાવ નજીક મોટી સંખ્યામાં સીગલ પક્ષી જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ આ વિદેશી મહેમાનોને નજીકથી અને મોટી સંખ્યામાં નિહાળવવા દુર-દુરથી દોડી આવે છે. પક્ષીઓને વિવિધ અદાઓમાં જોઈને પક્ષી પ્રેમીઓ ખુબ જ ખુશ થાય છે અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ દરરોજ પક્ષીઓને જોવા આવે છે.

અનુકુળ વાતાવરણ મળતા પક્ષીઓનું પસંદગીનું સ્થળ બન્યું

જામનગરમાં વિદેશી પક્ષીઓ આવતા હોવાનું મુખ્ય કારણ છે અનેક વિધ પ્રતિકુળતાઓ અને પક્ષીઓને અનુરૂપ વાતાવરણ તેમજ પુરતા પ્રમાણમાં ખોરાક મળે છે. અહીંનું વાતાવરણ તેને અનુરૂપ હોય છે. તેમજ તળાવમાં નાની જીવાત, દેકડા, માછલા સહીતનો પુરતો ખોરાક મળી રહે છે. તેથી મોટી સંખ્યામા અહી વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. શહેરની મધ્યમાં માનવ વસાહત નજીક મોટી સંખ્યામાં પક્ષી માત્ર જામનગરમાં જ જોવા મળે છે. પક્ષીઓને અનુકુળ વાતાવરણ અને પુરતો ખોરાક મળતા જામનગરમાં પસંદગીનું સ્થળ મળે છે.

પક્ષીપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ

અનેક અનુકુળતાઓ પક્ષીઓને જામનગર ખેંચી લાવે છે અને આ પક્ષીઓને નિહાળવા દુર-દુરથી લોકો અહીં દોડી આવે છે અને દર વર્ષે મોટી સંખ્યમાં આવતા પક્ષીઓ જામનગરની ઓળખ બની ગયા છે. જામનગરમાં અનેક પ્રતિકુળતાઓના કારણે પક્ષીઓ માટે પસંદગીનું સ્થળ બન્યુ છે. એક સાથે મોટી સંખ્યામાં નજીકથી જોવા મળતા પક્ષીઓના એ પણ રહેણાક વિસ્તાર નજીક જોવા માટે દુર-દુરથી પ્રવાસીઓ આવે છે. તેમજ પક્ષીપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નાના બાળકો પક્ષી સાથે ગમ્મત કરતા હોય છે

શ્વેત રંગના એક સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળા વચ્ચે જોવા મળતા પક્ષીઓ નાના બાળકોને વધુ પ્રિય બન્યા છે. નાના બાળકો પક્ષીને ચણ આપીને સાથે ગમ્મત કરતા જોવા મળે છે. નાના બાળકો કલાકો સુધી અહીં પક્ષીઓ સાથે સમય કાઢે છે.

અજાણતા જ લોકો પક્ષીઓને કરે છે નુકસાન

સામાન્ય રીતે પક્ષીઓનો ખોરાક જીવાંત, લીલ, શેવાળ, માછલી, સહીતનો હોય છે. ચણ પક્ષીઓ ખાતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં આવતા આ પક્ષીઓને લોકો ગાંઠીયાની આદત પાડી છે. પક્ષીઓ ગાંઠીયા ખાય છે. જે પક્ષીઓના આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તંત્ર દ્વારા માત્ર લોકોને અપીલ કરવામાં આવે છે કે પક્ષીઓને ગાંઠીયા ના આપવા. લોકો પક્ષીને નજીકથી નિહાળવા કે તેમને મદદરૂપ થવાના હેતુથી ગાંઠીયા આપે છે. જો કે પક્ષીપ્રેમીઓનું માનવુ છે ગાંઠીયાના કારણે પક્ષીઓના આરોગ્ય નુકસાન થાય છે. તેથી સેવાના હેતુથી પણ પશુઓને ગાંઠીયા ના આપવા જોઈએ. તો ગાંઠીયા આપતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ પક્ષીપ્રેમીઓ કરી રહ્યા છે.

administrator
R For You Admin