બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના કામ કરતા પોતાની બોલ્ડ ઈમેજ માટે વધુ ચર્ચામાં રહે છે.
ઉર્વશીની બોલ્ડ સ્ટાઇલ દરેક વખતે ફેન્સને પ્રભાવિત કરે છે. અભિનેત્રી હવે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે.અભિનેત્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના કામને ઘણી પ્રશંસા પણ મળી છે.
ઉર્વશી રૌતેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના નવા નવા ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ દરમિયાન ફરી એકવાર ઉર્વશીએ તેની કિલર સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ઉર્વશી રૌતેલાએ ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રીના ચાહકો તેના ફોટો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.