હિંદુ સંગઠનો દ્વારા પઠાણ મુવી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ,પઠાણ મુવી માં બેશર્મ રંગ નામના ગીતને લઇ દેશ ભર માં મુવી નો વિરોધ કરવામ આવી રહ્યો છે ,ગઈકાલે પણ સુરત જીલ્લાના કામરેજ ખાતે પઠાણ મુવી નો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો , વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા કામરેજ ના સિગ્નેટ મોલ ખાતે આવેલ રાજહંસ થીયેટર માં જઈ પઠાણ મુવીના લગાવવામાં આવેલા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ,હિંદુ સંગઠન ના કાર્યકરો નું માનીએ તો કાર્યકરો એ થોડા દિવસ અગાઉ જ થીયેટરના મેનેજર ને થીયેટર પર જઈ પઠાણ મુવી ના પોસ્ટર અને બેનરો નહિ લગાવવા માટે મોખિક રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાલુકા મામલતદાર ને પણ મુવી રીલીઝ નહિ થવા દેવા માટે આવેદન આપવામાં આવ્યું હતું જોકે થીયેટરના સંચાલકો ધ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉપરવટ જઈ થીયેટર બહાર અને અંદર પઠાણ મુવી ના પોસ્ટર બેનરો લગાવવામાં આવતા આખરે થીયેટર પર જઈ વિરોધ કરવાની ફરજ પડી હતી
તાજા સમાચાર
સુરતના કામરેજ ખાતે હિંદુ સંગઠનો દ્વારા રાજહંસ થીયેટર પર જઈ પઠાણ મુવીના બેનર પોસ્ટર ફાડી વિઓર્ધ પ્રદર્શન કરાયું
- by rforyouadmin
- December 26, 2022
- 0 Comments
- 99 Views



