મનોરંજન

અંકિત ગુપ્તાએ પ્રિયંકા સાથેના સંબંધોને લઈને કર્યો મોટો ખુલાસો,

કલર્સ ટીવીનો રિયાલિટી શો બિગ બોસમાં 2 અઠવાડિયા બાદ આઘાતજનક એલિમિનેશન જોવા મળ્યું હતુ. અંકિત ગુપ્તા શોમાંથી બહાર છે. અંકિત ગુપ્તા અને પ્રિયંકાના સંબંધોને લઈને ઘરની અંદર અને બહાર અનેકવાર સવાલો પૂછવામાં આવ્યા છે.  સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અંકિતે તેના અને પ્રિયંકાના સંબંધો વિશે વાત કરી. તમને જણાવી દઈએ કે, અંકિત અને પ્રિયંકાએ ઉડરિયામાં સાથે કામ કર્યું છે.

અંકિત ગુપ્તાએ કહ્યું કે, તે છેલ્લા 2 વર્ષેમાં અમને આ સવાલો પુછવામાં આવી રહ્યા છે અને અમે અનેક વખત આ સવાલોનો જવાબ આપી ચૂક્યા છીએ. અમારી ફેન્ડશીપ હવે એક છોકરી-છોકરા જેવા જેન્ડરથી પણ આગળ વધી ચૂકી છે. અમે માત્ર ફેન્ડ છીએ પરંતુ હું લગ્નમાં વિશ્વાસ કરતો નથી. અમે ફેન્ડ તરીકે રહેવા માંગીએ છીએ.

અહિ જુઓ અંકિત ગુપ્તાનો વીડિયો ઈન્ટરવ્યુ

અંકિત ગુપ્તાએ બિગ બોસમાં પ્રિયંકાને કહ્યું હતુ કે, એક વર્ષ માટે લગ્ન કરશે નહિ પરંતુ અંકિત ગુપ્તાને આ સવાલ પુછવામાં આવતા તેમણે મજાકમાં કહ્યું કે, ચાલો એક વર્ષ માટે કોન્ટ્રેક્ટ મેરેજ કરીએ. રિયલ લાઈફમાં તે લગ્નમાં માનતો નથી પરંતુ તેણે મજાકના અંદાજમાં જવાબ આપ્યો હતો.

અંકિત ગુપ્તા અર્ચના ગૌતમ અને શિવને મળવા માંગતો નથી

અંકિત ગુપ્તાએ વધુમાં કહ્યું કે તે ઈચ્છે છે કે પ્રિયંકા શર્મા શો જીતે. તેના જવાથી ચોક્કસપણે નિરાશ થશે પરંતુ તે આગળ વધશે. જોકે, પ્રિયંકાને ટ્રોફી સાથે જીતતી જોવા માંગતો અંકિત ગુપ્તા શિવ ઠાકરે અને અર્ચના ગૌતમને બિલકુલ મળવા માંગતો નથી. તેઓ માને છે કે શિવ ખોટી સ્ટોરીઓ બનાવે છે અને બીજાની ભૂલો વારંવાર કરતા રહે છે. શિવને પણ અર્ચનાનું વર્તન પસંદ નથી.

અંકિત ગુપ્તાના ઘર છોડ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ગુસ્સે છે. પરંતુ અંકિતને ઘર છોડવાની કોઈ ફરિયાદ નથી. અંકિત કહે છે કે, મને બિગ બોસમાં મારી સફરના અંતનું કોઈ દુઃખ નથી. બિગ બોસમાં મારી અત્યાર સુધીની સફરથી હું ઘણો સંતુષ્ટ છું. જો કે, જો મને જનતાના નિર્ણયથી બહાર કાઢવામાં આવ્યો હોત તો મને વધુ આનંદ થયો હોત.” તમને જણાવી દઈએ કે, એલિમિનેશન રાઉન્ડ બાદ ઘરના સભ્યોની સહમતિથી અંકિત ગુપ્તાને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

administrator
R For You Admin