મનોરંજન

આલિયા ભટ્ટે સાસરીમાં ક્રિસમસના તહેવારની કરી ઉજવણી, Photos કર્યા શેયર

બોલિવુડ સ્ટાર્સ તમામ તહેવારોની ઉજવણી એક અલગ જ રીતે કરે છે. ત્યારે આ વર્ષે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ કપૂર પરિવાર સાથે પોતાની પ્રથમ ક્રિસમસની ઉજવણી કરી છે, જેના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લગ્નના થોડા સમય બાદ જ આ જોડીએ એક દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ ‘Raha’ રાખ્યું છે. લગ્ન બાદ આલિયા ભટ્ટે પોતાની સાસરીમાં ક્રિસમસનો તહેવાર ઉજવ્યો છે.

કપૂર પરિવારની ક્રિસમસની ઉજવણી સમગ્ર બોલિવુડમાં જાણીતી છે, કપૂર ખાનદાનનું દરેક સભ્ય આ ઉજવણીમાં સામેલ થાય છે. ત્યારે આલિયા ભટ્ટ માટે આ ક્રિસમસ ખુબ જ ખાસ રહી.

આલિયાએ ક્રિસમસની ઉજવણીને કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમાં અભિનેત્રી કપૂર પરિવાર અને પતિ રણબીર કપૂરની સાથે જોવા મળી રહી છે.

તસ્વીરમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂર સહિત તેમના માતા-પિતા પણ નજર આવી રહ્યા છે. સાથે જ આલિયા ભટ્ટની સાસુ અને અભિનેત્રી નીતૂ કપૂર પણ બાળકોની સાથે નજર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે લગ્ન બાદ આલિયા ભટ્ટ અને તેમની પુત્રી રાહા માટે કપૂર પરિવારમાં આ પ્રથમ ક્રિસમસ છે. ત્યારે કપૂર પરિવારે તેની ખાસ રીતે ઉજવણી કરી.

 

administrator
R For You Admin