રમત ગમત

Nikhat Zareen અને Lovlinaએ જીતના પંચ માર્યા, બોક્સિંગમાં ગોલ્ડ જીત્યો

વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન, ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલીના બોર્ગોહેનની સામે કોણ જીતી શકે. ભારતીય બોક્સિંગની આ બે દમદાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર પ્રભુત્વ જમાવ્યું હતું. નિખત અને લવલીના બંનેએ સોમવારે રમાયેલી પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો.

આસામની લવલીનાએ 75 કિગ્રા વજન વર્ગમાં સર્વિસિસની અરુંધતી ચૌધરીને 5-0થી હાર આપી હતી. બીજી તરફ, 50 કિગ્રા વજન વર્ગમાં ટાઈટલ બચાવવા માટે નિખતે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે તેની છેલ્લી મેચ 4-1થી જીતી હતી.

રેલવે ટીમે સૌથી વધુ 10 મેડલ જીત્યા

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી મંજુ રાનીએ તમિલનાડુની એસ. કલાઈવાનીને 5-0થી હાર આપી. શિક્ષાએ 54 કિગ્રામાં, પૂનમે 60 કિગ્રામાં, શશિ ચોપરાએ 63 કિગ્રામાં અને નૂપુરે 81 કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો. આ તમામ ખેલાડીઓ એક જ ટીમ રેલવેનો ભાગ હતા, જેણે નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ 10 મેડલ જીત્યા હતા.

રેલવેએ 10 મેડલ જીતીને ચેમ્પિયનશિપની ટીમ ટ્રોફી જીતી હતી. બીજી તરફ 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીતનાર મધ્યપ્રદેશ અને 2 ગોલ્ડ, 2 બ્રોન્ઝ જીતનાર હરિયાણા બીજા અને ત્રીજા ક્રમે છે.

આ ખેલાડીઓએ ગોલ્ડ પણ જીત્યો

મણિપુરની યુવા બોક્સર સનમચા ચાનુએ મધ્યપ્રદેશની શ્રુતિ યાદવને 3-2થી હરાવીને 70 કિગ્રા વર્ગનો ખિતાબ જીત્યો હતો. ચાનુએ 2021 યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો. હરિયાણાની મનીષાએ 57 કિગ્રામાં, સ્વાતિએ 81 કિગ્રામાં, એસએસસીબીની સાક્ષીએ 52 કિગ્રામાં, મધ્યપ્રદેશની મંજુએ 66 કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો.

રેલવેએ 10 મેડલ જીતીને ચેમ્પિયનશિપની ટીમ ટ્રોફી જીતી હતી. બીજી તરફ 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીતનાર મધ્યપ્રદેશ અને 2 ગોલ્ડ, 2 બ્રોન્ઝ જીતનાર હરિયાણા બીજા અને ત્રીજા ક્રમે છે.

12 કેટેગરી 302 બોક્સર

તમને જણાવી દઈએ કે, નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ 302 બોક્સરોએ 12 કેટેગરીમાં ભાગ લીધો હતો.આસામના ગોલાઘાટ જિલ્લામાં 2 ઑક્ટોબર 1997એ ટિકેન મામોની બોરગોહાઈના ઘરે લવલીનાનો જન્મ થયો હતો.લવલીનાની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ વર્ષ 2018માં આવ્યો, જ્યારે કૉમનવેલ્થ ગૅમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવી.પરિણામ એ આવ્યું કે વર્ષ 2018 અને 2019માં તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

administrator
R For You Admin