તાજા સમાચાર

કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા તૈયારી પુરજોશમા, ​​ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મોકડ્રીલ

કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાના સંભવિત ખતરા સામે સતર્ક છે કે કેમ તે ચકાસવા માટે તૈયારીઓ કરી દીધી છે. કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસોમાં ભારે ઉછાળાની વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે મોક ડ્રીલ અંગે એડવાઈઝરી જાહેર કરી હતી. ગુજરાત સહીત દેશના વિભિન્ન રાજ્યોમાં મોકડ્રીલ થકી આરોગ્યલક્ષી પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવશે. ગુજરાતમાં આ મોકડ્રીલ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં હાથ ધરાશે. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ થશે. જ્યા રાજ્યાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલો અને કોવિડ હોસ્પિટલ ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રની સલાહ બાદ, કોરોનાને લગતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા અને તૈયારી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સહીત રાજધાની દિલ્હી અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોસ્પિટલોમાં આજે 27 ડિસેમ્બરને મંગળવારના રોજ એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. આ કવાયત આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજન સપોર્ટેડ બેડ, ICU બેડ, વેન્ટિલેટર સપોર્ટેડ બેડ, ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, આયુષ ડોકટરોની મહત્તમ ઉપલબ્ધતા જેવી બાબતોની ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન આશા અને આંગણવાડી કાર્યકરો સહિત અન્ય ફ્રન્ટલાઈન વર્કરોની પણ તૈયારીઓ અંગે માહિતી મેળવવામાં આવશે.

આરોગ્ય પ્રધાને કરી હતી જાહેરાત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કોરોનાની સ્થિતિ અને તૈયારીઓને લઈને વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે માહિતી આપી હતી કે મંગળવારે દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજવામાં આવશે. તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ પણ તેમના સ્તરે મોકડ્રીલમાં ભાગ લેશે.

દિલ્હીમાં પણ યોજાશે મોક ડ્રીલ

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સોમવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 ની કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે, હોસ્પિટલ અને તબીબો, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની તમામ તૈયારીઓની ચકાસણી કરવા માટે મોકડ્રીલ યોજાશે. દિલ્હીની તમામ હોસ્પિટલોમાં આજે 27 ડિસેમ્બરે એક મોક ડ્રિલ કરશે. કેટલાક દેશોમાં કોવિડ -19 કેસોમાં ભારે ઉછાળો આવ્યા બાદ, કેન્દ્ર સરકારે સોમવારે આ તબીબી સારવાર માટે કેટલા સજ્જ છીએ તેની પૂર્વ ચકાસણી માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. મોકડ્રીલની આ કવાયત દિલ્હી સરકાર સંચાલિત આરોગ્ય કેન્દ્રો જેવા કે એલએનજેપી હોસ્પિટલ અને રાષ્ટ્રીય રાજધાનીની ખાનગી હોસ્પિટલોમાં હાથ ધરાશે.

administrator
R For You Admin